બહુ બોલ્યા કેજરીવાલ તેમ છતા ન મળી રાહત, કોર્ટે 1 એપ્રિલ સુધી રિમાન્ડ વધારી

PC: twitter.com/ArvindKejriwal

દિલ્હી લીકર પોલિસી કેસમાં CM અરવિંદ કેજરીવાલની રિમાન્ડ આજે પૂરી થઈ રહી હતી, ત્યારે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને તેમણે તેમનો પક્ષ રાખતા ED પર અનેક આરોપો લગાવ્યા હતા, પણ કોર્ટે તેમ છતા તેમને ઝટકો આપતા તેમની ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી વધારી દીધી છે. EDએ 7 દિવસની રિમાન્ડ માગી હતી, પરંતુ કોર્ટે ચાર દિવસની રિમાન્ડ આપી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાંમાં ગુરુવારે રાઉજ એવેન્યુ કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે, હું EDનો આભાર માનું છું.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તેની છ દિવસની કસ્ટડી આજે એટલે કે 28 માર્ચે પૂરી થઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટના જજ કાવેરી બાવેજાએ કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. 21 માર્ચે, EDએ તેમની સત્તાવાર નિવાસસ્થાને બે કલાક સુધી પૂછપરછ કરી અને પછી તેમની ધરપકડ કરી હતી.

કોર્ટમાં તેમની હાજરી દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું કંઈક કહેવા માંગુ છું અને આ માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. કોર્ટે કહ્યું કે તમે તેને લેખિતમાં આપો. કેજરીવાલે કહ્યું કે, મને પ્લીઝ બોલવા દો. અરવિંદ કેજરીવાલે કોર્ટમાં બોલવાનું શરૂ કર્યું. કોઈપણ અદાલતે મને દોષિત ઠેરવ્યો નથી.

ED અને CBIએ હજારો પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે અને હું EDનો આભાર માનું છું. આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. જો તમે બધા કાગળો વાંચશો તો તમે પૂછશો કે મારી ધરપકડ કેમ કરવામાં આવી?

શું આ એકલું નિવેદન મારી ધરપકડ કરવા માટે પૂરતું છે? કોર્ટે પૂછ્યું કે તમે આ બધું લેખિતમાં કેમ નથી આપતા? કેજરીવાલે કહ્યું કે હું કોર્ટમાં બોલવા માંગુ છું. કેજરીવાલે પૂછ્યું કે શું મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે આ યોગ્ય ગ્રાઉન્ડ છે?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે રગુંટાનું એક નિવેદન કે તેઓ મારી પાસે જમીન માંગવા આવ્યા હતા, મેં કહ્યું હતું કે જમીન LGના અધિકારક્ષેત્રનો મામલો છે. EDએ અરવિંદ કેજરીવાલના બોલવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલને કંઈ કહેવું હોય તો તેઓ કોર્ટમાં લેખિત નિવેદન આપે. કેજરીવાલે કહ્યું, મને ફક્ત 5 મિનિટ આપો, હું કોર્ટમાં મારું લેખિત નિવેદન પણ આપીશ. કેજરીવાલે કહ્યું કે EDના દબાણમાં લોકો સાક્ષી બની રહ્યા છે અને નિવેદન બદલી રહ્યા છે. EDએ આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે 7 સ્ટેટમેન્ટમાંથી 6 સ્ટેટમેન્ટમાં મારું નામ નથી આવ્યું, પરંતુ 7માં સ્ટેટમેન્ટમાં મારું નામ આવતાની સાથે જ. સાક્ષીને મુક્ત કરવામાં આવ્યો અને માત્ર 4 નિવેદનના આધારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી.જ્યારે ED પાસે મારી નિર્દોષતા સાબિત કરતા હજારો પાના છે.

કેજરીવાલે કહ્યું કે જો 100 કરોડનું કૌભાંડ છે તો કૌભાંડના પૈસા ગયા ક્યાં? વાસ્તવમાં તપાસ પૂરી થયા બાદ કૌભાંડ શરૂ થાય છે. કેજરીવાલે કહ્યું કે EDની તપાસ બાદ દારૂનું અસલી કૌભાંડ શરૂ થયું.

કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે,EDના બે ઉદ્દેશ્ય હતા. આમ આદમી પાર્ટીને કચડીને, એવી હવા ઉભી કરવી કે AAP પાર્ટી ભ્રષ્ટાચારી છે ચોર છે અને બીજો હેતુ AAPને વસુલી પાર્ટી તરીકે ચિતરવાનો છે. આ કેસમાં શરદ રેડ્ડીએ ધરપકડ બાદ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. કેજરીવાલે કહ્યું કે શરદ રેડ્ડીને ભાજપને પૈસા આપ્યા બાદ જામીન મળી ગયા.

EDએ કેજરીવાલના નિવેદનનો વિરોધ કર્યો છે. EDએ કહ્યું કે કેજરીવાલ રિમાન્ડ સાથે સંબંધિત કશું કહી રહ્યા નથી.

EDએ કોર્ટમાં કહ્યું કે,આમ આદમી પાર્ટીએ લાંચ લીધી અને ગોવાની ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો. અમારી પાસે એવા દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે આ નાણાનો હવાલા માર્ગ દ્વારા ગોવાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. EDએ કહ્યું કે આ મામલો હજુ તપાસના તબક્કે છે અને અહીં ટ્રાયલની વાત કેવી રીતે થઈ શકે?

તપાસ એજન્સીએ કહ્યું કે AAP નેતા કેજરીવાલ જે પૈસા ભાજપને આપવાની વાત કરી રહ્યા છે તેને શરાબ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. આમાં મિલીભગતનો કોઈ કેસ નથી. તેમણે કહ્યું કે કેજરીવાલ સામાન્ય વ્યક્તિ નથી. EDએ કહ્યું કે અમારી પાસે મજબૂત પુરાવા છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.

જો કોઈનું નિવેદન દબાણ હેઠળ લેવામાં આવ્યું હોય તો તે ટ્રાયલ સાથે જોડાયેલો મામલો છે. EDએ કહ્યું કે કેજરીવાલે સુનાવણી માટે મોટા વકીલોને રાખ્યા છે, આ સુવિધા દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી. જ્યારે અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તા કોર્ટને કંઈક કહેવા માંગતા હતા ત્યારે કોર્ટે કહ્યું કે તમારા ક્લાયન્ટે પોતાની વાત કહી દીધી છે. માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp