લોકડાઉન વચ્ચે વીમા પોલિસી અંગે સરકારે લીધો મોટો નિર્ણય

PC: lifeandpensionsco.ie

લોકડાઉનના કારણે સામાન્ય લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, સરકાર તરફથી આ મુશ્કેલીને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ જ કારણે 31 માર્ચે પૂર્ણ થઈ રહેલી મહત્ત્વપૂર્ણ ફાયનાન્સિયલ ડેડલાઈનને 30 જુન સુધી વધારવામાં આવી છે.

હવે સરકારે એ લોકોને પણ રાહત આપી છે, જે મોટર અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, સરકારે મોટર અને હેલ્થ પ્રીમિયમને લોકડાઉન પૂર્ણ થયા બાદ 7 દિવસની અંદર ભરવાની છૂટ આપી છે.

મતલબ એ છે કે, તમે પોતાની પોલિસીને 21 એપ્રિલ સુધી રિન્યૂ કરાવી શકો છો. જણાવી દઈએ કે, દેશભરમાં 21 દિવસ એટલે કે, 25 માર્ચથી 14 એપ્રિલ સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એવામાં સરકારના આ નિર્ણયનો ફાયદો એ લોકોને મળશે, જેમની વીમા પોલિસી લોકડાઉનની અવધિમાં પૂર્ણ થઈ રહી હતી. આ સંબંધમાં નાણા મંત્રાલયે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધુ છે.

નોટિફિકેશન અનુસાર, જેમની થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાની તારીખ લોકડાઉન દરમિયાન આવી રહી છે, તેઓ 21 એપ્રિલે અથવા તે પહેલા પોતાની પોલિસીનું પ્રીમિયમ ભરી શકે છે. એવામાં લોકો પાસેથી કોઈપણ પ્રકારની પેનલ્ટી લેવામાં નહીં આવશે. તેમજ હેલ્થ પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે પણ સરકારમાં 21 એપ્રિલ સુધીની છૂટ આપી છે.

જણાવી દઈએ કે, પેન-આધાર લિંકિંગ, 2018-19ના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઉપરાંત, જીએસટી રિટર્ન ફાઈલિંગની ડેડલાઈન 30 જુન સુધી લંબાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp