બેંકોમાં ક્લિયરિંગ નામ પૂરતું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન આટલું વધી ગયું

PC: newsstate.com

કોરોના વાયરસના કારણે લોડડાઉન જાહેર કરવામાં આવ્યું  અને તેનો પોલીસ સહિત વહીવટી તંત્ર દ્વારા કડડપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે જેના કારણે વેપાર ધંધા બંધ થયા છે. તો લોકો ઘરમાં જ રહે છે. આની સીધી અસર બેન્કિંગ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.

ચેક ક્લિયરિંગ અને રોકડ ઉપાડનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. જ્યારે ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં 50 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં સુરત શહેરમાં પ્રતિદિન 800 કરોડનું ચેક ક્લિયરિંગ થતું હતું, જે હાલમાં ઘટીને 80

કરોડથી પણ ઓછું થઇ ગયું છે. લોકો ઘરની બહાર જ નીકળતા ન હોવાથી ચેક ક્લિયરિંગમાં આવી રહ્યા નથી. બીજી તરફ ઓનલાઇન ટ્રાન્જેક્શન વધી ગયાં છે. પ્રતિદિન ૧૦૦ કરોડના ટ્રાન્જેક્શન થતા હતા તે અત્યારે વધીને ૧૫૦ કરોડ થયા છે.

દરમિયાન કેટલીક બેંકોઍ કર્મચારીઓના પગાર કરવા માટે રેગ્યુલર ખાતેદારોને ઇ-મેઇલ પર મંજૂરી આપે તો કર્મચારીઓના ખાતામાં ડાયરેક્ટ પગાર જમા કરવાની પણ સુવિધા આપી છે, જેનો પણ ગ્રાહકો લાભ લઇ રહ્યા છે. ખાનગી બેંકના કર્મચારીઍ કહ્યું કે, ગ્રાહકોને ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં પણ બેંકો જે ખુલે છે તેમાં પણ ખુબ જ ઓછા લોકો આવે છે. લોકો રૂપિયાનો ઉપાડ કરવાનું પણ ટાળી રહ્યા છે. જેથી બેંકમાં પણ કામગીરી ખૂબ જ ઘટી ગઇ છે. સાથો સાથ લોન ઇન્કવાયરી અને લોન મેળવવા માટે પણ લોકો નથી આવતા તે પણ કામગીરી બંધ હોય તેમ ચાલી રહી છે.

આમ એક રીતે એવું પણ કહેવાઇ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ડિજિટલ કરેન્સીની ડ્રાઇવ હાલ કામ આવી રહી છે. લોકોને ડિજિટલી પગાર થઇ રહ્યા છે અને તેનો ઉપયોગ પણ કર્મચારીઓ કરી રહ્યા છે. આમ કોરોના એક રીતે ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યું છે. 

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp