PM મોદી ગુજરાતમાં આવ્યા પછી 15 રાજવીઓએ આ જાહેરાત કરી

PC: zeenews.india.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મે ગુજરાતની મુલાકાતે છે. તેમણે 1મીના દિવસે ડીસા અને હિંમત નગરમાં સભા કરી અને 2 તારીખે આણંદ,સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં સભા કરવાના છે. PM મોદીની ગુજરાતમાં એન્ટ્રી થતાની સાથે જ ક્ષત્રિય આંદોલનામાં એક મોટું ડેવલમેન્ટ થયું છે.

ગુજરાતના 15 રાજવીઓએ ગુરુવારે રાજકોટમાં રણજીત પેલેસમાં એક મિટીંગ કરી હતી અને મિટિંગ પછી રાજકોટના રાજવી માંધાતા સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, મનોમંથનને અંતે અમે નક્કી કર્યું છે કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપીશું. રાષ્ટ્ર હીત બધા કરતા મોખરે છે. તેમણે કહ્યુ કે, જે પ્રમાણે આપણા રાજવી વિઝનથી કામ કરતા હતા તે જ રીતે પ્રધાનમંત્રી મોદી પણ રાષ્ટ્ર હીતમાં વિઝનથી કામ કરી રહ્યા છે.રાષ્ટ્ર હીતને ધ્યાનમાં રાખીને આપણે કોઇ પણ વાદ વિવાદમાં પડવું ન જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp