સંકટ સમયે કોણ સાથ આપે?

PC: newindianexpress.com

(Utkarsh Patel) સૌના જીવનમાં ક્યારેક તો સંકટ આવે. આવ્યું હશે સંકટ તમારા જીવનમાં પણ! ખરું ને? સંકટ સમયે જો આપ નસીબવંતા હશો તો કોઈકે આપનું બાવડું ઝાલ્યું હશે. પણ ખરા સંકટ સમયે તો એકલા જ હશે એ નક્કી છે અને એ સંકટમાંથી બહાર નીકળવાનો મારગડો તો તમારે પોતે જ શોધવો જોઈશે!

ભગવાનને કે મહાન વ્યક્તિઓને પણ સંકટ સમયે કંઈક આવું થયું હતું...

 

  • દશરથ રાજા જ્યારે મરણસૈયા પર હતા ત્યારે તેમના ચાર રત્ન જેવા પુત્રો અંત સમયે તેમની સાથે ન હતા! સ્વયં ભગવાન તેમના પુત્ર અવતારે હતા છતા દશરથ એકલા હતા!!
  • વનવાસમાં માતા સીતાની રક્ષાર્થે સ્વયં પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી હતા છતા દશાનંદ રાવણ જ્યારે માતા સીતાનું હરણ કરતા હતા ત્યારે માતા સીતા એકલા હતા!
  • દ્રૌપદી પાસે પાંચ પાંડવ હતા પરંતુ જ્યારે તેમનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે કોઇ પાંડવ તેમના સથવારે ન હતા!
  • પ્રભુ શ્રી કૃષ્ણ સ્વયં સુદર્શનચક્ર ધરવતા હતા પરંતુ તેમને એક બાણ વાગ્યું ત્યારે તેઓ એકલા જ હતા!

સૌને કોનો સાથ હતો?

આમ તેઓ એકલા હતા પણ એક માત્ર એમના કર્મોનો સાથ એમની પાસે હતો.

આપણું ગુજરાતી ભજન...

હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.

બસ આવું જ છે જીવન.

સ્વયં ભગવાન પણ સંકટ સમયે જો એકલા હોય તો આપણી તો શું વસાત?! કળયુગે આપણે સંકટ સમયે સાવ એકલા જ હોવાના. પોતાના કર્મો સાથ આપશે. કર્મો સારા હશે સંકટ સમયે આપણને ઉગારશે.

અગત્યનું:

આ સંસારમાં કોઇની પાસે અપેક્ષા રાખવી એટલે ઉંધા પડ્યા સમજી લેવાનું. સંકટ સમયે માત્ર ને માત્ર આપણા કર્મો જે ભગવાનના ચોપડે લખાયા છે તેનું સરવૈયું કામે લાગશે. સંકટ સમયે જો કર્મ સારા તો બચ્યા અને કર્મ ખોટા કે મોળા તો મર્યા સમજજો.

હનુમાનજી મહારાજની પરમ ભક્તિ કરતા હશોને અને જો કર્મો ખોટા હશેને તો હનુમાનજી તમારું બાવડું નહીં ઝાલે.

કર્મ સાચવજો... ભગવાન સુધી પહોચવાનો સાચો મારગ આપણા સત્કર્મ છે.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp