ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની આ 14 પ્રોડક્ટસ પર પ્રતિબંધ મુકી દીધો

PC: aajnewsindia.com

યોગ ગુરુ બાબા રામદેવને ઉત્તરાખંડ સરકાર તરફથી મોટો ઝટકો મળ્યો છે. ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આર્યુવેદિક અને દિવ્યા ફાર્મસીની 14 પ્રોડ્ક્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે અને લાયસન્સ રદ કરી દીધું છે.

ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીના લગભગ 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે.

ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવારે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે. પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

દિવ્યા ફાર્મસી પતંજલિનો બનાવે છે. રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીએ બાબાની કંપનીના કફ, બ્લડ પ્રેશર, સુગર, લીવર, ગોઇટર અને આંખના ટીપાં માટે વપરાતી 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ મોકલી દેવામાં આવ્યો છે.

જિલ્લા ડ્રગ ઇન્સ્પેકટરે 16 એપ્રિલે રામદેવ, બાલકૃષ્ણ, દિવ્યા ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. આ માહિતી કેન્દ્રીય આયુષ મંત્રાલયને પણ આપવામાં આવી છે. કોર્ટે આયુષ મંત્રાલય અને રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી જવાબ માંગ્યો હતો.

બાબા રામદેવ ઘણા સમયથી ચર્ચામાં છે. તેમની કંપની પર સુપ્રીમ કોર્ટમાં ભ્રામક જાહેરખબરો વિશેનો કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, ઉત્તરાખંડ સરકારને ખબર નથી પડતી કે તેમના રાજ્યમાં આવી ભ્રામક જાહેરખબરના ઉત્પાદન થઇ રહ્યા છે? એ પછી ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની કંપની સામે પગલાં લીધા છે.

જે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમાં શ્વાસારી ગોલ્ડ, બીપી ગ્રીટ, શ્વાસારી વટી, મધુગ્રિત, શ્વાસારી પ્રવાહી, મધુનાશીની વટી એકસ્ટ્રા પાવર, શ્વાસારી અવલેહ, લિવામૃત એડવાન્સ, બ્રોન્કોમ, મુક્તાવટી એકસ્ટ્રા પાવર, લિપિડોમ, આઇગ્રીટ ગોલ્ડ, પતંજલિ દ્રષ્ટ્રિ આઇ ડ્રોપ, લિવોગ્રીટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp