હેલ્થ ડ્રિંક્સના નામે વેચાતી બોર્નવિટાને આ કારણે ઈ-કોમર્સ સાઈટ પરથી હટાવવા આદેશ

PC: twitter.com

સરકારે ઇ-કોમર્સ કંપનીઓને એક મોટો આદેશ આપ્યો છે. સરકારે ઇ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા (Bournvita) સહિત ડ્રિંક્સ અને બેવરેજિસ જેવા બધા પેય પદાર્થને હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાંથી હટાવવા કહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક અધિસૂચનાના માધ્યમથી તેની જાણકારી આપી છે. સરકારનું આ નિવેદન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)ના એ નિષ્કર્ષ બાદ આવ્યું છે કે ખાદ્ય સુરક્ષા માનાંક અધિનિયમ 2006 અને તેના નિયમો હેઠળ કોઈ હેલ્થ ડ્રિંક્સ પરિભાષિત નથી. ખાદ્ય સુરક્ષા અને માનકો દ્વારા પણ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

10 એપ્રિલે જાહેર કરવામાં આવેલી આ અધિસૂચનામાં મંત્રાલયે કહ્યું કે, બધી ઇ-કોમર્સ સાઇટ અને પ્લેટફોર્મને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ બોર્નવિટા સહિત બધા પેય પદાર્થને હેલ્થ ડ્રિન્કમાંથી હટાવી દે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક ઓથોરિટી (FSSAI)એ બધી ઇ-કોમર્સ કંપનીઓને ડેરી, અનાજ કે માલ્ટ બેઝ્ડ પેય પદાર્થોને હેલ્થ ડ્રિંક્સ કે એનર્જી ડ્રિંક્સના રૂપમાં લેબલ ન કરવાના નિર્દેશ આપ્યા હતા.

એવું એટલે કેમ કે હેલ્થ ડ્રિંક્સ શબ્દને દેશના ખાદ્ય કાયદાઓમાં પરિભાષિત કરવામાં આવ્યા નથી અને એનર્જી ડ્રિંક્સ કાયદાઓ હેઠળ વિશેષ રૂપે કાર્બોનેટેડ અને નોન કાર્બોનેટેડ બંને પ્રકારના સુગંધિત વોટર બેઝ્ડ ડ્રિંક્સ તરીકે માનવામાં આવે છે. FSSAIએ ઇ-કોમર્સ સાઈટોને આગ્રહ કર્યો કે ખોટા શબ્દોનો ઉપયોગ કસ્ટમર્સને ભરમાવી શકે છે. એટલે તેણે બધા ઇ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO)ને એવા પેય પદાર્થોને હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સ કેટેગરીમાંથી હટાવીને કે અલગ કરીને સુધાર કરવાની સલાહ આપી.

FSSAIએ કહ્યું કે, FSS નિયમ હેઠળ હેલ્થ ડ્રિંક્સ નામ જેવી કોઈ વસ્તુ જ નથી.આ નિર્દેશનું ઉદ્દેશ્ય સુધારાત્મક કાર્યવાહીના માધ્યમથી પ્રોડક્ટના નેચર અને ક્વાલિટીમાં સ્પષ્ટતા અને સુધાર વધારવાનું છે. જેથી ગ્રાહકો સુધી કોઈ ભ્રામક જાણકારી ન પહોંચી શકે અને લોકો એક સારો વિકલ્પ પસંદ કરી શકે. એક માર્કેટ સ્ટડી મુજબ, હાલની એનર્જી ડ્રિંક અને સ્પોર્ટ્સ ડ્રિંક માર્કેટની સાઇઝ 4.7 અબજ ડોલર છે અને 2028 સુધી 5.71 ટકા CAGRથી વધવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp