કોહલી ફ્લોપ થયો તો ગાવસ્કરે અનુષ્કા પર કરી કમેન્ટ, ફેન્સ- કમેન્ટ્રીમાંથી હટાવો

PC: epapr.in

સોશિયલ મીડિયાની દુનિયા પણ ઘણી અનોખી છે. દરેક નાની મોટી ભૂલ પર લોકો સેલેબ્રિટીઓને ઘેરી લે છે. ગુરુવારે રાતે વિરાટ કોહલીની ટીમને કિંગ્સ ઈલેવન પંજાબે 97 રને માત આપી. ત્યાર પછી વિરાટ કોહલીની લોકો ટીકા કરી રહ્યા છે અને ફરી RCB પર મિમ્સ બનવાના શરૂ થઇ ગયા છે. લોકો કોહલીના ફોર્મ અને તેની કેપ્ટન્સી પર સવાલ ઊભા કરી રહ્યા છે. આ દરમિયાન IPL 2020ની કમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગવાસ્કરે અનુષ્કા શર્માનું નામ લેતા વિરાટ પર નિશાનો સાધ્યો. ત્યાર પછી તો સોશિયલ મીડિયા પર લોકો ગવાસ્કરની ખૂબ ટીકા કરી રહ્યા છે. લોકો તેમને કમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માગ કરી રહ્યા છે.

શું કહ્યું હતું ગવાસ્કરે

સુનીલ ગવાસ્કરે વિરાટ પર કમેન્ટ કરતા સૌ કોઈને ચોંકાવી દીધા હતા. હિન્દીમાં કમેન્ટ્રી કરતા ગવાસ્કરે વિરાટના ખરાબ ફોર્મ પર કહ્યું, આમણે લોકડાઉનમાં તો માત્ર અનુષ્કાના બોલની જ પ્રેક્ટિસ કરી છે. જણાવી દઇએ કે લોકડાઉનમાં વિરાટ અનુષ્કાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે ક્રિકેટ રમતો દેખાયો હતો. જોકે, ગવાસ્કરની આ ટિપ્પણીથી ફેન્સ નાખુશ છે.

ઘણાં લોકો ગવાસ્કરની આ કમેન્ટને વિરાટ અને અનુષ્કા પર પર્સનલ અટેક માની રહ્યા છે. સાથે અન્ય આ ટિપ્પણીને ડબલ મીનિંગ કહી રહ્યા છે. ઘણાં યૂઝરો ટ્વીટર પર ગવાસ્કરની ક્લાસ લગાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ખરાબ પ્રદર્શન પછી પત્નીને જવાબદાર ગણવી જોઇએ નહીં. આ ખોટી વાત છે.

વિરાટનું ખરાબ પ્રદર્શન

જણાવી દઇએ કે વિરાટ કોહલી પંજાબની સામે ખરાબ ફિલ્ડિંગથી લઇ કેપ્ટન્સી અને પછી બેટિંગના મોરચે પણ ફ્લોપ રહ્યો હતો. કોહલીએ લોકેશ રાહુલના બે અગત્યના કેચ છોડી દીધા. રાહુલનો પહેલો કેચ વિરાટે તે સમયે છોડ્યો જ્યારે તે 83 રને બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે બીજો કેચ વિરાટે 89 રનના સ્કોરે છોડ્યો. આ ઉપરાંત બેટિંગ સમયે વિરાટ માત્ર 1 રન બનાવી આઉટ થઇ ગયો. પંજાબે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 206 રન બનાવ્યા, જ્યારે જવાબમાં કોહલીનું RCB માત્ર 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. કેપ્ટન વિરાટ કોહલીથી લઇ ટીમના દરેક સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp