શું અનિલ અંબાણી દેવા મૂક્ત થવા જઇ રહ્યા છે?

PC: deccanchronicle.com

અનિલ અંબાણીના સારા દિવસો ફરી આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અનિલ આગામી દશેક દિવસમાં જ દેવા મૂક્ત થઇ જશે. રિલાયન્સ પાવરે ગયા સપ્તાહમાં જ ICICI બેંક, એક્સિસ બેંક અને DBS બેકંની લોન ચૂકતે કરી દીધી છે. તો બીજી તરફ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર જેસી ફલાવર એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીના 2100 કરોડ રૂપિયાની પતાવટ માટે કામ કરી રહી છે.

રિલાયનસ પાવરનું લક્ષ્ય છે કે 31 માર્ચ 2024માં દેવા મૂક્ત થઇ જવું. કંપનીએ 3 બેંકોના 400 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે, રિલાયન્સ પાવરે VFSI હોલ્ડિંગમાંથી 240 કરોડ રૂપિયાની ઇક્વિટી ભેગી કરી હતી. જેનો ઉપયોગ આ 3 બેંકોની ચૂકવણી માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

31 ડિસેમ્બર 2023 સુધીમાં રિલાયન્સ પાવરની જવાબદારી 726 કરોડ અને રિલાયન્સ ઇન્ફ્રાની જવાબદારી 4233 કરોડ રૂપિયા હતી. ઓગસ્ટ 2023માં ઓથમ ઇન્વેસ્ટમેન્ટે રિલાયન્સ કોર્મશિયલને હસ્તગત કરી હતી અને ઓથમે રિલાયન્સ પાવરમાં 152 કરોડ રૂપિયા અને રિલાયન્સ ઇન્ફ્રામાં 891 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp