અમદાવાદ મંડળ પર 74મા સ્વાતંત્ર્ય દિવસની સાદગીપૂર્વક ઉજવણી

PC: Khabarchhe.com

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 74મા સ્વતંત્રતા દિવસ કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક અને ગરિમામય રીતે મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત સરકાર દ્વારા જારી નિર્દેશોનું પાલન કરતા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમ અસારવા ખાતે મંડળ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ ધ્વજારોહણ અને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત સૈયદ સરફરાઝ અહમદના નેતૃત્વમાં રેલવે સુરક્ષા બળ અને સ્કાઉટ અને ગાઇડ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પરેડની સલામી લીધી હતી અને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ નો સંદેશો વાંચ્યો.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદની અધ્યક્ષતા પ્રીતિ ઝાએ તેમના કાર્યકારી સદસ્યોની ઉપસ્થિતમાં કોરોના મહમારી થી મૃત રેલવે કર્મચારીઓના પરિવારોને સંસ્થા દ્વારા સહાયતા રાશિ પ્રદાન કરીને આર્થિક સહાય પૂરી પાડી હતી.

મંડળના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, વિરમગામ, સામાખ્યાલી, ભુજ અને મંડળ હોસ્પિટલ સાબરમતી, અમદાવાદ, કાંકરિયા, અને સાબરમતી કોચિંગ ડેપો, વટવા અને સાબરમતીના ડીઝલ શેડ સહિત અન્ય સ્ટેશનો પર પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp