વિધવા અને ડિવોર્સી મહિલા પણ હવે માતા બની શકશે

PC: gstatic.com

કેન્દ્રીય કેબિનેટે હાલમાં સરોગેસી (રેગ્યુલેશન) બિલ, 2020ને મંજૂરી આપી હતી. જે માતા પિતા ન બની શકતા ભારતીય યુગલો ઉપરાંત કોઈપણ મહિલાને સરોગેટ માતા બનવાની મંજૂરી આપી છે. જેમાં વિધવાઓ અને છૂટાછેડા લીધા હોય તેવી મહિલાઓ હવે માં બની શકશે.

સરોગસી એટલે કે ભાડેથી કૂખ લઈને માતા બનવાની આખી પ્રક્રિયામાં જે માતા બને છે તે મહિલાના અધિકારોનું રક્ષણ કરવા માટે આ કાયદો ઘડવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. તેની સાથે સરોગસીથી જન્મેલાં બાળકોનું સ્ટેટસ પણ નક્કી કરવાની કવાયત છે.

ખરડામાં રાજ્યસભાની સિલેક્ટ કમિટી દ્વારા કરવામાં આવેલી સમસ્ત ભલામણોને સામેલ કરવામાં આવી છે. આ ખરડો વ્યવસાયિક સરોગેસીને પ્રતિબંધિત કરે છે. પરોપકાર માટેની સરોગેસીને મંજૂરી આપે છે. ભારતીય યુગલને જેમાં બંને ભારતીય મૂળના હોય તેમને આ દેશમાં સરોગેસી અપનાવવાની મંજૂરી આપે છે.

ગર્ભાવસ્થાનું મેડિકલ ટર્મિનેશન હોય, અસિસ્ટેડ રિપ્રોડએક્ટિવ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ અથવા સરોગેસી ખરડો કહેવામાં આવે છે. સુધારેલો ખરડો ઓગસ્ટ 2019માં લોકસભામાં પસાર કર્યો હતો. હવી ફરીથી પસાર કર્યો છે.

કાયદાની કેટલીક જોગવાઈઓની ટીકા કરાઈ હતી. જેમાં યુગલના નજીકની સંબંધી જ સરોગેટ માતા બની શકતી હોવાની જાગવાઈ સામેલ છે. ત્યારબાદ સરકાર આ ખરડાને રાજ્યસભાની સિલેક્ટ કમિટી પાસે મોકલવા રાજી થઈ હતી. જેની અધ્યક્ષતા ભાજપ સાંસદ ભૂપેન્દ્ર યાદવે કરી હતી. બજેટ સત્રનો બીજા ભાગ આવતા મહિને શરૂ થશે ત્યારે આ ખરડાને રજૂ કરાય તેવી શક્યતા છે.

કેબિનેટે પસાર કરેલા સરોગસી રેગ્યુલેશન બિલ 2016 પ્રમાણે, અવિવાહિત પુરુષ, સિંગલ મહિલા કે પુરુષ, લિવ ઈનમાં રહેતાં યુગલો કે સમલૈંગિક લોકો સરોગસી માટે સરકારમાં આવેદન કરી શકશે નહીં. સીધો અર્થ એ થાય કે ફિલ્મ સ્ટાર તુષાર કપુર જે રીતે પરણ્યા વિના સરોગસી થકી બાળકનો પિતા બની શક્યો છે તે હવેથી કાયદાને કારણે શક્ય બનવાનું નથી. આ સાથે જ હવેથી ફક્ત સંબંધી મહિલા જ સરોગસીથી માતા બની શકશે.

સરોગસી એક મહિલા અને એક દંપતી વચ્ચેનો કરાર છે જે તેમનું બાળક નવ મહિના સુધી તેના પેટમાં પાળે છે. સરોગસીનો અર્થ એક મહિલાની કૂખ ભાડે લઈને તેમાં માતા-પિતા બનનાર સ્ત્રી અને પુરુષના બાળકનો ઉછેર કરવો. સામાન્ય રીતે જ્યારે મહિલાને બાળકના ગર્ભાધાનમાં તકલીફ થતી હોય ત્યારે સરોગસીનો સહારો લેવામાં આવતો હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp