સ્માર્ટ ફોન, સ્માર્ટ વૉચ બાદ આવી રહ્યા છે સ્માર્ટ ક્લોથ, આરોગ્યનું રાખશે ધ્યાન

PC: wordpress.com

ટેકોનોલોજીની દુનિયામાં થતા અખતરા માનવ જીવનને વધુને વધુ સરળ બનાવી રહ્યા છે. સ્માર્ટ વૉચ બાદ હવે એ દિવસો દૂર નથી કે, માર્કેટમાં સ્માર્ટ કપડાં આવશે. સ્માર્ટ વૉચ આમ તો વ્યક્તિની પલ્સ રેટની અપડેટ આપે છે. સાથોસાથ હાર્ટબિટ પણ જણાવે છે. કેટલું ચાલ્યાં, દિવસમાં કેટલી કેલેરી બર્ન કરી, કટેલા પગથિયા ઊતર્યા જેવી અનેક જાણકારી ફોનમાં અથવા મેસેજ રુપે આવી જાયે છે. આ જ રીતે હવે કપડાં પણ સ્માર્ટ થઈ રહ્યા છે. જે વ્યક્તિના આરોગ્યનું ધ્યાન રાખે છે. બીજી તરફ મેડિકલ ક્ષેત્રે આ એક અનોખો પ્રયોગ હશે. અત્યાર સુધી એવું હતું કે, કપડાંમાં લાગેલા સેન્સરને ઊર્જા કેવી રીતે આપી શકાય. IIT કાનપુરે કરેલા એક સંશોધનમાંથી આ સમસ્યાનો ઉકેલ સામે આવ્યો છે.

IIT કાનપુરના પ્રોફેસર અને Phdના વિદ્યાર્થીઓએ એક એવી લિથિયમ બેટરી બનાવી છે જે નાનકડી જગ્યામાં યોગ્ય માત્રામાં સેન્સરને ઊર્જા આપી શકે છે. મિકેનિકલ એન્જિનિયરીંગ વિભાગના પ્રોફેસર કમલ કૃષ્ણાકર, જે. રાજકુમાર અને વિદ્યાર્થી કિરણ કુમાર સુરથીએ દોઢ વર્ષની જહેમત બાદ આ પ્રકારની બેટરી તૈયાર કરી છે. સ્માર્ટ ક્લોથને લઈને જ્યારે લેબમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તે સફળ રહ્યું હતું. પ્રો. કલમ કૃષ્ણાકરે જણાવ્યું હતું કે, બેટરીથી સ્માર્ટ ક્લોથમાં લાગેલા સેન્સર અને ડિવાઈસને કંટ્રોલ કરી શકાય છે. કપડાંમાં લાગેલા સેન્સર અને બેટરીમાંથી તેમને મળતી ઊર્જાથી શરીરના જુદા જુદા ભાગનું ટેસ્ટિંગ પણ કરી શકાય છે.

સેન્સરમાંથી મળતી રિપોર્ટને ડૉક્ટર પાસે પણ મોકલી શકાય છે. જેથી દર્દીની ચોક્કસ સ્થિતિ કે બીમારીનો અંદાજ લગાવી શકાય. કપડાંના સેન્સરમાં લાગેલી બેટરી કપડાં સિવાય સૈન્યના ઉપયોગમાં પણ લઈ શકાય છે. સૈન્યને લાંબા સમય સુધી જંગલમાં અને પહાડી વિસ્તારમાં રહેવાનું હોય છે. જ્યાં વીજળી હોતી નથી. તેથી આવા સમયે બેટરી કામ આવી શકે છે. ભારે વજનવાળી બેટરીના પરિવહનમાં સૈનિકોનો પરસેવો છુટી જાય છે. IIT કાનપુરે તૈયાર કરેલી આ બેટરનું વજન 80 ટકા ઓછું છે. જે તમામ પ્રકારના ઉપકરણ ચાલવવા માટે યોગ્ય છે. આ બેટરીની મદદથી પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, ઓટોમોબાઈલ, એરોસ્પેસ, પારવગ્રીડ અને સુરક્ષા માટેના ઉપકરણોને સરળતાથી ચલાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp