ખાંડ અને ગોળ હવે કેમિકલ રહિત મળી શકશે, નવસારી કૃષિ યુનિ.નો સફળ પ્રયોગ

PC: Femina.com

ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞાનીઓએ તેમના ખેતરમાં સળંગ પ્રયોગો કરીને એ સાબિત કર્યું છે કે જંતુનાશક ઝેરી દવા કે રાસાયણીક ખાતરની કોઈ જરૂર નથી.

વધુ વરસાદવાળા ખેત આબોહવાકીય વિસ્તારમાં સેન્દ્રિય ખેતીથી શેરડી ઉગાડતાં ખેડૂતોને વધું ઉત્પાદન અને ચોખ્ખું વળતર મેળવવા માટે શેરડીની સીઓએન 05072 અથવા સીઓએન 05071 (ગોળ માટે), સીઓ 62175 (ગોળ માટે) જાત પસંદ કરવાની ભલામણ કરી છે. આમ હવે ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે.

 બાયોફર્ટીલાઈઝર-બેક્ટેરિયલ ખાતર 

120 સેમીનાં અંતરે રોપણી કરવી, બે આંખનાં ટુકડને એસટોબેક્ટર, પીએસબી અને કેએમબી જેવા બાયોફર્ટીલાઈઝરમાં 20 મીનીટ નાંખવા. બાયોફર્ટીલાઈઝર એટલે કે  પાકના ઉત્પાદન માટે, કૃષિ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના પર્યાવરણને અનુકૂળ ખાતરો ઉત્પન્ન કરવા માટે કુદરતી બેક્ટેરિયા હોવાથી 'બેક્ટેરિયલ ખાતરો' કહીએ છીએ. જે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખે છે. બાયો-ફર્ટિલાઇઝર એ જીવંત ખાતર છે જેમાં સુક્ષ્મસજીવો શામેલ છે. જેના ઉપયોગથી વાતાવરણમાં હાજર નાઇટ્રોજનસ છોડ (એમોનિયાના સ્વરૂપમાં) સરળતાથી ઉપલબ્ધ થાય છે અને અદ્રાવ્ય ફોસ્ફરસ, જે જમીનમાં પહેલેથી હાજર છે, છોડને દ્રાવ્ય સ્થિતિમાં ફેરવીને સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. બેક્ટેરિયા કુદરતી હોવાથી, તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. પર્યાવરણને પ્રતિકૂળ અસર કરતું નથી.

ટ્રાયકોડર્મા

શેરડીના ટૂકડાને રોપતાં પહેલાં ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ જેવી બાયોપેસ્ટીસાઈડ્સ દરેકનાં 0.5 ટકાનાં દ્રાવણમાં 20 મિનિટ સુધી બોળી રોપવા.

ટ્રાઈકોડર્મા એટલે કે ટ્રાયકોડર્મા એક પ્રકારની 89 પ્રકારની જમીનજન્ય ફૂગ છે. કુદરતી રીતે જ જોવા મળે છે. જે લીલા રંગના બીજાણુ ઉત્પન્ન કરે છે. થડ, મૂળ અને સીંગ પર પરોપજીવી તરીકે જીવી તેનું જૈવિક નિયંત્રણ કરી છોડમાં આવતા રોગથી છોડને બચાવે છે. ટ્રાયકોડર્મા ફૂગ પોતે રોગકારક ફૂગની ઉપર પરોપજીવી તરીકે કવચ જાળ ફેલાવીને કોષરસ ચૂસીને રોગકારક ફૂગ પર હુમલો કરીને નિયંત્રણમાં રાખે છે. જમીનમાં રસાયણો છોડે છે, તેથી પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પોષકતત્ત્વો વધારે છે. રોગકારક ફૂગને ઉગતી જ અટકાવી દે છે. જમીનના રોગો અટકાવે છે. ખેતરનો કચરો ઝડપથી સડવીને ખાતર બનાવે છે. છોડની વૃદ્ધિ સારી કરે છે. અલભ્ય પોષકતત્ત્વોને લભ્ય બનાવે છે. બીજ માવજત તરીકે કામ કરે છે. બીજ પર આપવાથી તેનો ઉગાવો સારો થાય છે. રાસાયણીક ફૂગ નાશક કરતાં સસ્તુ અને ખેતરના પર્યાવરણને સુધારે છે. પાક કે ખેતર પર કોઈ પ્રતિકુળ અસર કરતી નથી. છોડના ઉંડા મૂળની સંખ્યા વધે છે. તેથી છોડ પાણી ખેંચે છે. કાડનો સ્વાદ સુધરે છે.

સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ

સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ બેક્ટેરિયા પર આધારિત જૈવિક ફૂગનાશક કે બેક્ટેરિયાનાશક છે. પાક, ફળો, શાકભાજી અને શેરડી, રુટ રોટ, સ્ટેમ રોટ ભીનાશ, અથાણાં, લાલ રોટ, બેક્ટેરિયલ સ્કોર્ચીંગ, બેક્ટેરિયા વગેરેના ફૂગ અને બેક્ટેરિયલ રોગોના નિયંત્રણ માટે 0-5% ડબલ્યુપીના ફોર્મ્યુલામાં અપાય છે.

જમીનને લગતા રોગોથી બચાવવા માટે છોડની સારવાર માટે 2.5 કિલો સ્યુડોમોનાસ 100 કિલો છાણ સાથે ભેળવી જમીનમાં નાંખવું. પછી 5 દિવસની અંદર વાવેતર કરી દેવું. શેરડીના બે આંખના ટૂકડા સ્યુડોમોનાસમાં 20 મીનીટ બોળી રાખવા.

 શેરડીની રોપણી - નાડેપ નાંખો

શેરડીની રોપણી સમયે પાયામાં 3.4 ટન નાડેપ કંપોસ્ટ અને 2.4 ટન વર્મીકમ્પોસ્ટ ખાતર એક હેક્ટરે આપવું.

નાડેપ એટલે કે મહારાષ્ટ્રના નારાયણ દેવરાવ પંધારીએ વિકસિત કરી છે.  જેને નાડેપ નાડેપ કમ્પોસ્ટ પદ્ધતિની વિશેષતા એ છે કે ઓછા પ્રમાણમાં છાણનો ઉપયોગ કરીને ઘણું સારું ખાતર તૈયાર કરાય છે. 100 કિલો ગાયના છાણમાંથી 3000 કિ.ગ્રા. ખાતર ખાતર બનાવી શકાય છે.જે  90-100 દિવસમાં મળે છે.

નાડેપ કમ્પોસ્ટ બનાવવા ગોબર, કચરો (બાયોમાસ) અને બારીકાઈવાળી માટી જરૂરી છે. હવાના પરિભ્રમણ પ્રક્રિયાનો ઉપયોગ સૂક્ષ્મજંતુઓને 90 થી 120 દિવસ સુધી કરવામાં આવે છે. 0.1 થી 1.5 નાઇટ્રોજન, 0.5 થી 0.9 સ્ફુર (ફોસ્ફરસ) અને 1.2 થી 1.4 ટકા પોટાશ ઉપરાંત, તેના દ્વારા ઉત્પાદિત ખાતરમાં અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વો પણ જોવા મળે છે. નીંદણ, પાકના અવશેષોનું તમામ ખાતર બનાવી શકાય છે.

રોપણીના 45 દિવસ બાદ 3.3 ટન પાડેપ કમ્પોસ્ટ અને 2.4 ટન વર્મીકંપોસ્ટ એક હેક્ટરે નાંખવું. રોપણીના 90 દિવસ પછી 3.3 ટન નાડેપ અને 2.3 ટન વર્મીકમ્પોસ્ટ હેક્ટર દીઠ નાંખવું. રોપણીનાં 30 અને 45 દિવસ બાદ 0.5 ટકા એસી(ઝો)ટોબેક્ટરનાં દ્વામણનો છટકાવ કરવો.

 એઝોટોબેક્ટર - પ્રવાહી બાયો ખાતર)

એઝોટોબેક્ટર ઓક્સિજનની હાજરીમાં વાતાવરણીય નાઇટ્રોજનને સ્થિર કરતું બાયોફર્ટીલાઇઝર છે. એઝોટોબેક્ટરનો ઉપયોગ પાકને હેક્ટર દીઠ 30 થી 40 કિલો નાઇટ્રોજન પૂરો પાડે છે. આ જૈવિક ખાતર વૃદ્ધિ કારક હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે મૂળની વૃદ્ધિ કરે છે. તે કેટલાક જંતુનાશકો પણ મુક્ત કરે છે, જે મૂળોને રોગોથી સુરક્ષિત કરે છે. ઉપજમાં 10 થી 20 ટકાનો વધારો થાય છે. પ્રતિ હેક્ટર 60 થી 80 કિગ્રા રાસાણીક યુરિયાની બચત કરે છે.

જીવામૃત

રોપણી બાદ 900 લિટર હેક્ટરે જીવામૃત્ત પિયત પાણી સાથે 3 સરખા હપ્તામાં 45, 90 અને 120 દિવસે આપવું.

જીવામૃત્ત ખેતરમાં બનાવી શકાય છે. 200 લીટર પાણી, 10 લીટર ગૌમૂત્ર, 10 કી.ગ્રા. ગાયનું છાણ, 1 મુઠી વડના વૃક્ષ નીચેની માટી, રાફડાની માટી 1 કીલો,  દેશી ગોળ 1 કિલો, ચણાનો લોટને એક બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ હલાવતાં રહેવું.  7  દિવસ સુધી હલાવવું તેને ગાળીને ઉપયોગ કરી શકાય છે. પિયત, સીધુ જમીનમાં કે દવા છાંટવાના પંપથી વાપરી શકાય છે. જીવાણું વધે છે. હયુમસ બને છે. બિનઉપયોગી તત્વો ઉપયોગી બનાવે છે. અળસીયાને જગાડીને ખોદકામે કામે લગાવે છે. તડકામાં ન છાંટવું, 15 દિવસ સુધી વાપરી શકાય.

 5 કિલો અથવા લિટર હેક્ટર દીઠ ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ પાળા ચઢાવતી વખતે આપવા.આટલું કરવાથી શેરડીમાં 1.53 લાખ એક હેક્ટરે તમામ પ્રકારનું ખર્ચ થાય છે અને ચોખ્ખો નફો 2.55 લાખથી 2.87 લાખ સુધી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp