મેકઅપ આર્ટિસ્ટના દીકરાના લગ્નમાં પહોંચ્યો સલમાન, જુઓ વાયરલ વીડિયો

PC: ndiatvnews.com

બોલિવુડનો દબંગ એક્ટર સલમાન ખાન તેના મેકઅપ આર્ટિસ્ટના દીકરાના લગ્નમાં પહોંચ્યો હતો. સલમાન તેના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને તેના મેકઅપ આર્ટિસ્ટના દીકરા ગૌરવ નાગના લગ્નમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે કપલની સાથે તસવીરો પણ પડાવી હતી.

તેના મેકઅપ આર્ટિસ્ટના દીકરાના લગ્ન પ્રસંગના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ બની રહી છે.

આ અવસર માટે સલમાન તેના સિમ્પલ અવતારમાં જોવા મળ્યો હતો. સલમાને બ્લેક શર્ટ અને ડેનિમ પહેરી હતી. સલમાન સિવાય આ પ્રસંગમાં હિમેશ રેશમિયા, મનીશ પોલ, જોની લિવર જેવા કલાકારો પણ જોવા મળ્યા હતાં.

જણાવી દઈએ કે સલમાન ખાન અને તેના મેકઅપ આર્ટિસ્ટ રાજૂ ભાઈ ઘણા વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે. સલમાને તેમના દીકરાના પ્રસંગમાં હાજરી આપીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

સલમાનની ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં મોટા પરદે ‘દબંગ 3’ માં જોવા મળશે. જેના પ્રમોશનમાં તે હાલમાં વ્યસ્ત છે. ફિલ્મમાં સલમાનની સાથે સોનાક્ષી સિન્હા અને સાઈ માંજરેકર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને ડાયરેક્ટ પ્રભુ દેવાએ કરી છે. સલમાનની સાથે આ તેની બીજી ફિલ્મ છે. આ પહેલા પ્રભુએ સલમાનની સાથે મળીને ‘વૉન્ટેડ’ બનાવી હતી. જે ફિલ્મ બાદ સલમાને બોલિવુડમાં હિટ સિલસિલાની શરૂઆત કરી હતી.

 
 
 
View this post on Instagram

#SalmanKhan arrives at his make up artist Rajubhai's son's wedding today #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

'દબંગ 3' બાદ સલમાન પ્રભુ દેવાની સાથે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ હીરો’માં જોવા મળશે. જેમાં સલમાનની સાથે દીશા પટની લીડ રોલમાં છે. આ ફિલ્મમાં સલમાને બિગ બોસમાં વિનર બનેલા ગૌતમ ગુલાટીને પણ તક આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp