સારાના બોયફ્રેન્ડ કહેવાથી અપસેટ કાર્તિક આર્યને મીડિયાને કરી આ રિક્વેસ્ટ

PC: pinkvilla.com

હાલમાં તો કાર્તિક આર્યન અને સારા અલી ખાનના અફેરની ચર્ચા બોલિવુડના ગલિયારોમાં ચાલી રહી છે. આ ચર્ચાએ ત્યારે વધારે જોર પકડ્યુ જ્યારે કાર્તિક અને સારાએ ફિલ્મ લવ આજ કાલની સિક્વલમાં કામ કરવાનું શરૂ કર્યું. બંનેને ઘણીવાર એરપોર્ટ, ડિનર અથવા લંચની ડેટ પર એક સાથે જોવામાં આવે છે. બંનેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પણ હવે જાણકારી મળી રહી છે કે, કાર્તિક આર્યને પૈપરાઝીને સારા સાથે તેના ફોટા ન લેવાની અપીલ કરી છે.

કાર્તિક આર્યન કહે છે કે, જ્યારે હું અને સારા કામ સિવાય બીજે કશે પણ જઈએ છે, ત્યારે ફોટોગ્રાફરો તેમની તસવીરો લઈ લે છે. કાર્તિકે પણ આ અપીલ પાછળનું કારણ જણાવ્યું. તેની ઈચ્છા છે કે, લોકો તેને તેના કામના કારણે ઓળખે, નહિ કે સારા અલી ખાનના બોયફ્રેન્ડ તરીકે.

કોફી વિથ કરણમાં સારાએ શું કહેલું?

લવ આજ કાલની સિક્વલ ફિલ્મના શૂટિંગ દરમ્યાન સારા-કાર્તિકના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ પહેલા કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં સારા અલી ખાને કહ્યું હતું કે, કાર્તિક આર્યન તેનો ક્રશ છે. ભલે સારાની આનનારી ફિલ્મ આજ કાલનું શૂટિંગ પૂરુ થઈ ગયું હોય, તેમ છતાં આજે પણ આ બંને સ્ટાર્સ ક્યાંક ને ક્યાંક સાથે મળી જ આવે છે.

 
 
 
View this post on Instagram

शुभारंभ! #BhoolBhulaiyaa2 🙏🏻 💀🔥 @kiaraaliaadvani 🤫🎬 @aneesbazmee @bhushankumar @muradkhetani

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

કાર્તિકની આવનારી ફિલ્મોની વાત કરીએ તો, તેની પાસે ઘણી ફિલ્મો છે. તેની આવનારી ફિલ્મોમાં ધર્માની દોસ્તાના-2, પતિ પત્ની ઓર વો અને ભૂલ ભૂલૈયા 2 જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. દોસ્તાના 2માં તે જ્યાં જહાન્વી કપૂર જોડે જોવા મળશે, તો ભૂલ ભૂલૈયા 2માં તે કિયારા અડવાણી જોડે પહેલીવાર દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp