બિગ બોસની પ્રેસ કોન્ફ્રન્સમાં સલમાને કહ્યું- જે મારી બુરાઈ કરે છે તેમને...
ટીવીના સૌથી ચર્ચિત અને દર્શકોનો મનપસંદ શો બિગ બોસ પોતાની નવી સિઝન સાથે ફરી એકવાર ટીવીની દુનિયામાં આવી રહ્યો છે. બિગ બોસ 14નું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરે યોજાવાનું છે. શોને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સુકતા છે. દરેક વ્યક્તિ એ જાણવા માગે છે કે, આ વખતની સિઝનમાં કયા- કયા સેલેબ્સ ભાગ લઈ રહ્યા છે? તો બીજી તરફ બિગ બોસ 14નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાતા પહેલા BB14ને લઈને કેટલીક ખાસ જાણકારી આપવા પ્રેસ કોન્ફરન્સનું લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સલમાન ખાને પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા એક હૃદયને સ્પર્શી જાય તેવી વાત કહી હતી. સલમાન ખાને કહ્યું- બિગ બોસનું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરે યોજાવાનું છે, અને આ વખતે પણ બિગ બોસ અન્ય વર્ષોની જેમ જ ધમાકેદાર હશે. સાથે જ સલમાન ખાને કહ્યું- જે લોકો મારા વખાણ કરે છે તેમને પણ થેંક યૂ અને જે લોકો મારી બુરાઈ કરે છે, તેમને પણ થેંક યૂ.
View this post on InstagramA post shared by Colors TV (@colorstv) on
બિગ બોસ 14માં એક્સ કન્ટેસ્ટન્ટ્સની પણ મહત્ત્વની ભૂમિકા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હિના ખાન, ગૌહર ખાન, સિદ્ધાર્થ શુક્લા, શેહનાઝ ગિલ જેવા એક્સ કન્ટેસ્ટન્ટ્સ બે અઠવાડિયા સુધી બિગ બોસ હાઉસમાં ધમાલ કરતા દેખાશે. સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બિગ બોસ 14ના ગ્રાન્ડ પ્રીમિયરમાં ઘણું બધુ ખાસ થવાનું છે, પરંતુ શું ખાસ થવાનું છે તે જાણવા માટે તમારે 3 ઓક્ટોબરની રાહ જોવી પડશે.
View this post on InstagramA post shared by Colors TV (@colorstv) on
સલમાન ખાનના આ શોમાં આ વખતે એવા સમાચાર મળી રહ્યા છે કે, નૈના સિંહ, જૈસ્મિન ભસીન, કરન પટેલ, નિશાંત મલકાની, એજાઝ ખાન, રાહુલ વૈદ્ય, સારા ગુરપાલ, શગુન પાંડે, પ્રતીક સેજલપાલ અને જાન કુમાર સાનૂ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાશે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી રહી છે કે, બિગ બોસ 14માં સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન, ગૌહર ખાન, મોનાલિસા અને શેહનાઝ ગિલ આશરે બે અઠવાડિયા સુધી ઘરની અંદર રહેશે અને ઘરના તમામ કામોમાં ભાગ પણ લેશે. માનવામા આવી રહ્યું છે કે, આ વર્ષના શોની થીમ જંગલ પર આધારિત હશે, જે લોકડાઉનની સ્થિતિથી ઈન્સ્પાયર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp