કવચ પ્રોજેક્ટથી શાળામાં વિદ્યાર્થિનીઓ રહેશે સુરક્ષિત

PC: youtube.com

શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓની છેડતીના કિસ્સાઓ અવાર-નવાર પ્રકાસમાં આવતા હોય છે અને કેટલીક વાર તો શાળાના શિક્ષકો જ બાળકીઓને નાપાસ કરવાની કે, ધમકીઓ આપીને બાળકીઓ સાથે અડપલા કરતા કરે છે. આ પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાસમાં આવ્યા છે અને વાલીઓએ આવા લંપટ શિક્ષકને પાઠ પણ ભણાવ્યો છે. હવે સરકાર પણ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લઇને ચિંતિત છે એટલા માટે 11 સપ્ટેમ્બરથી રાજ્યની શાળાઓમાં મહિલા આયોગ દ્વારા કવચ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 33 જિલ્લાઓમાં 5,000 કરતા વધારે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત કોઈ જાતીય સતામણી કરે તો તેનો પ્રતિકાર કેવી રીતે કરવો તે અંગે પણ આ કવચ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ આપવામાં આવશે.

Test Video 1

 

Posted by Kavach on Sunday, 1 September 2019

આ બાબતે મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, અમે લોકોએ શિક્ષણ વિભાગ અને પોલીસને સાથે લીધા છે. દરેક સ્કૂલની અંદર અમારે જવાનું થશે ત્યારે એક મહિલા આયોગના પ્રતિનિધિ, એક સ્કૂલના પ્રતિનીધી અને એક પોલીસના પ્રતિનિધિ હશે. અમે શાળાઓમાં ત્રણ કલાકનો સેમીનાર કરવાના છીએ અને આ ત્રણ કલાકના સેમીનારમાં જેટલી દીકરીઓ સ્કૂલમાં હાજર હશે તેમને અને ટ્રેનીંગ પણ આપવાના છીએ. ગૂડ ટચ અને બેડ શું છે, તે સમજાવીને અમે સેલ્ફ ડીફેન્સની ટ્રેનીંગ પણ આપવાના છીએ.

દીકરીઓની સુરક્ષા માટે મહિલા આયોગ દ્વારા “ કવચ “ પ્રોગ્રામ નું લોંચીંગ કરવામાં આવ્યું આ પ્રસંગે અનિલ પ્રથમ મહાનીર્દેશક સા.આઈ.ડી. ક્રાઇમ તથા સરોજિની કુમારી IPS હાજર રહ્યા

Posted by Leelaben Ankoliya on Thursday, 10 October 2019

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં ભણતી દીકરીઓને સેલ્ફ ડીફેન્સની ટ્રેનીંગ આપવામાં આવશે. સેલ્ફ ડીફેન્સની નોર્મલ નોર્મલ ટેકનીક છે એવું નથી કે, તેને દીકરીઓ શીખી ન શકે. આ એવી ટેકનીક છે કે, જેને શીખી લે તો કોઈ પણ પરિસ્થિતિમાં તેમનો બચાવ કરી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp