શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજમાં 15 વર્ષમાં 2000 વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું

PC: Khabarchhe.com

મેડિકલ ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રે શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજ એક જાણીતું નામ છે, સુરત જિલ્લાના કીમ સ્ટેશન નજીક આવેલ આ કોલેજની શરૂઆત AICTE તેમજ PCIની માન્યતા પ્રાપ્ત કરીને 100 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવી હતી. જે આજે ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે, વર્ષ 2005થી અત્યાર સુધીના 15 વર્ષમાં 2000થી વધારે વિદ્યાર્થીઓને ફાર્મસીના શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપીને તેમને ટેક્નિકલ નોલેજથી પારંગત કર્યા છે, આજે આ કોલેજના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં જઇ ફાર્મસીસ્ટ તેમજ રિસર્ચને લગતા કાર્યો કરી રહ્યા છે.

શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજને વર્ષ 2020માં ARIIAમાં ટોપ 26-50માં સ્થાન મળ્યું છે, વર્ષ 2019માં AICTE દ્વારા કોલેજને ક્લીન એન્ડ સ્માર્ટ કેમ્પસ એવોર્ડ તથા વર્ષ 2018મમાં બેસ્ટ ફાર્મસી કોલેજ ઇન ગુજરાતનો એવોર્ડ પણ એનાયત થયો છે. વર્ષ 2018માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં NBA Accreditation માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ કોલેજ છે, આ ઉપરાંત DSIR-SIROની માન્યતા મેળવનારી પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે. કોલેજમાં 6 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને 2 નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જેમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી. કોલેજે દેશ વિદેશની કોલેજો સાથે સ્ટુડન્ટ એક્સેન્જ માટેના એમઓયુ પણ કરેલ છે,

ઉલ્લેખનીય છે કે, શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધનવંતરી કેમ્પસમાં શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજના AICTE અને PCI માન્ય બી.ફાર્મ., એમ.ફાર્મ., ફાર્મ.ડી. તેમજ પી.એચ.ડી, શ્રી ધનવંતરી કોલેજ ઓફ ડિપ્લોમાં એન્જીનીયરીંગ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર તેમજ ઇલેકિટ્રક્લ એન્જીનીયરીંગ, શ્રી ધવનંતરી કોલેજ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ, શ્રી ધનવંતરી ફાર્માસ્યુટિક્લ એનાલીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર તેમજ શ્રી ધનવંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ કાર્યરત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp