ઓનલાઈન સ્ટડીથી કંટાળ્યા બાળકો, સ્વભાવ ચીડિયો થયો- સ્ટડીમાં થયા આ ખુલાસા

PC: financialexpress.com

કોરોનાની મહામારીને લીધે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ થઈ ગયા છે. પરંતુ થોડા મહિનોથી બાળકોનું ભણતર ના બગડે તે માટે શાળાઓએ ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દીધા છે. શરૂઆતમાં ક્યારેય ઓનલાઈ એજ્યુકેશન ન કર્યું હોવાને લીધે શરૂઆતમાં બાળકો અને ટીચરો બંને માટે નવી વાત હતી. પરંતુ ધીમે ધમે તેઓ ટેવાતા ગયા. હાલમાં જ બાળકોની ઓનલાઈન સ્ટડીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં ઓનલાઈન શિક્ષણને લીધે બાળકોના ભણતર, તેમના વર્તન અને સ્વાસ્થ્યમાં શું ફેરફારો જોવા મળી રહ્યા છે તે જાણવામાં આવ્યું હતું. ગુજરાતમાં કરવામાં આવેલા આ સર્વેમાં 2000થી વધુ વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું 89 ટકા જેટલા બાળકો ઓનલાઈન સ્ટડી કરીને કંટાળી ગયા છે.

ઓનલાઈન ક્લાસિસને લીધે તેમના સ્ક્રીન ટાઈમ પણ ત્રણ ગણો વધી ગયો છે. 90 ટકા પેરેન્ટ્સને તેમના બાળકોનું આ વર્ષ ખરાબ જશે તેની ચિંતા સેવી રહી છે. તે સિવાય ઓનલાઈન એજ્યુકેશનને લીધે તેમના બાળકોના સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો હોવાનું તેમણે સ્વીકાર્યું છે.

કે.જી થી ધોરણ 2 ના 57 ટકા, ધોરણ 3-5 ના 54 ટકા અને ધોરણ 6-9ના 55 ટકા, 10-12ના 54 ટકા વાલીઓએ સ્વીકાર્યું છે કે લોકડાઉન દરમિયાન તેમના બાળકોનો મોબાઈલ અથવા આઈપેડ અથવા લેપટોપની પાછળ વધુ સમય પસાર થવા લાગ્યો છે. પહેલા બાળકોને માત્ર ગેમ અથવા દિવસના અમુક કલાક વાપરવા માટે મળતો હતો પરંતુ હવે સતત 2-3 કલાક સુધી ક્લાસ અટેન્ડ કરવાના હોવાથી તેમનો સ્ક્રીન પાછળનો સમય વધી ગયો છે. જો તમને ભણ્યા પછી ફોન આપવાની ના પાડો તો ગુસ્સે થઈ જાય છે.

સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે શરૂઆતમાં બાળકોને ઓનલાઈન ક્લાસિસમાં મજા આવતી હતી પરંતુ ધીમે ધીમે હવે તેમને ક્લાસિસમાં કંટાળો આવા લાગ્યો છે.તે સિવાય ઓનલાઈન ક્લાસ એટેન્ડ કર્યા પછી તેઓ ફરીથી ભણવાનું નામ જ લેતા નથી. તે સિવાય લોકડાઉનમાં સતત ઘરે રહેવાને લીધે પણ બાળકોના સ્વભાવ ચિડીયો થઈ ગયો હોય અથવા તો નાની નાની વાતોમાં જીદ કરવાની માતાપિતા ફરિયાદો કરી રહ્યા છે.

સરકારે એનલોક-4 માં શાળાઓ ખોલવાની પરવાનગી આપી તો છે પરંતુ કોઈપણ માતાપિતા પોતાના બાળકોને કોરોનાની ડરે મોકલવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp