આ છે આધુનિક ગુજરાતના એક ગામની આધુનિક શાળા, શું આમ ભણશે ગુજરાતના બાળકો?

PC: youtube.com

ગુજરાતના શિક્ષણની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. સરકાર એક તરફ ગુજરાતના બાળકોને ભણાવવાની વાત કરે છે અને બીજી તરફ કેટલાક ગામડાઓની શાળાઓને બંધ કરીને તેને અન્ય ગામની શાળાની સાથે મર્જ કરવાની વાત કરે છે. હવે સરકારની આ તમામ નિર્ણય વચ્ચે એક સવાલ એ થઇ રહ્યો છે કે, સરકાર શું ખરેખર વિદ્યાર્થીઓને ભણાવવા ઈચ્છે કે, પછી ખાલી ભણાવવાની તેમના ભાષાણોમાં વાતો કરે છે આ કહેવાનું કારણ એ છે કે, સરકાર એક તરફ શાળાની મર્જ કરવાની વાત કરે છે ત્યારે ગુજરાતના કેટલાક ગામડાઓ એવા છે કે, જે ગામડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે શાળા છે પણ વર્ષો જૂની જર્જરિત છે એટલે વિદ્યાર્થીઓ ગામના મંદિરમાં, શાળાના મેદાનમાં કે, શેડ બનાવીને તેમાં ભણવા માટે મજબૂર થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ રાધનપુર તાલુકાના જૂની ધરવડી ગામે આવેલી એક પ્રાથમિક શાળામાં જોવા મળી છે.

એક રિપોર્ટ અનુસાર રાધનપુર તાલુકાના જૂની ધરવડી ગામમાં એવી પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે કે, જ્યાં બાળકોને શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુમાં મુશ્કેલીનો સામનો કરીને અભ્યાસ કરવો પડે છે કારણ કે, આ ગામમાં એવી પ્રાથમિક શાળા આવે છે કે, જેમાં નથી પંખા, વિદ્યાર્થીઓને બેસવા માટે બેંચ અને શાળાની એક પણ બાજુમાં દીવાલ પણ બનાવામાં આવી નથી અને માત્ર પતરાની છતની નીચે બેસીને 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓની શાળાની આ પરિસ્થિતિનું વર્ણન સાંભળીને તમને એમ થતું શકે, આ તો કેવી શાળા, પણ આ ગામના વિદ્યાથીઓ શાળામાં નહીં પણ શેડની નીચે બેસીને અભ્યાસ કરે છે. એક પતરાના શેડની નીચે કાપડ બાંધીને તેને ત્રણ ભાગમાં વેંચવામાં આવ્યો છે અને તેમાં પહેલા ભાગમાં ધોરણ 1, 2 બીજા ભાગમાં ધોરણ 3, 4 અને ત્રીજા ભાગમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ શેડની નીચે કુલ 55 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના ફોટા પરથી દેખાઈ છે કે, ધોરણ 5ના ક્લાસમાં તો બ્લેકબોર્ડ પણ નથી. હવે તમે કહો કે, આ પરિસ્થિતિમાં કેટલા બાળકો સરખો અભ્યાસ કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp