અમદાવાદમાં પતિ-પત્નીનો ઝઘડો બન્યો ઉગ્ર, પતિએ રાત્રે સૂતેલી પત્ની પર એસિડ ફેંક્યુ

PC: news18.com

રાજ્યમાં વારંવાર પતિ પત્નીના ઝઘડાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કેટલીકવાર ચારિત્ર્યની શંકાને લઈને પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં હોય છે. ત્યારે આવો જ કંઈક કિસ્સો અમદાવાદમાં સામે આવે છે કે, જેમાં એક પતિ પાંચ સંતાનોની માતાના ચારિત્ર્ય પર શંકા કરીને અવાર નવાર ઝઘડો કરતો હતો. એક દિવસ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ પત્ની પર રાત્રીના સમયે એસિડ એટેક કર્યો હતો. માતાની બૂમ સાંભળીને ત્રણ સંતાનો અને બંને દીકરીઓ માતા પાસે આવી હતી. સંતાનોએ ઘરની બારી પાસે જોતા પિતા તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. તેથી સંતાનોએ માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં મહિલા મોઢા અને પેટના ભાગે દાઝી ગઇ હતી.

સમગ્ર મામલે યુવતીએ પોતાના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી અને તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં માતા-પિતા ત્રણ ભાઇ અને બહેનની સાથે રહે છે. માતા-પિતા વારંવાર કોઈને કોઈ વાતને લઈને ઝઘડો કરતા હતા. પિતાનો સ્વભાવ શંકાશીલ હોવાના કારણે તે માતા પર અવાર-નવાર શંકા કરતા હતા અને તેને માર મારતા હતા. જો કે, માતા પર સંતાનોની જવાબદારી હોવાના કારણે તે ચૂપચાપ પિતાનો ત્રાસ સહન કરતા હતા પરંતુ પિતાનો ત્રાસ વધી જવાના કારણે માતા પિતાને છેલ્લા એક મહિનાથી ઘરમાં આવવા દેતા ન હતા. કારણ કે, માતાને ડર હતો કે, મકાન માલિક રોજ-બરોજના ઝઘડાના કારણે મકાન ખાલી કરાવવાની રહેશે.

દશેરાના દિવસે યુવતી પોતાની માતા અને ભાઈ સાથે ફાફડા-જલેબી લેવા ગઈ હતી ત્યારે પિતાએ રસ્તા વચ્ચે માતાને માર માર્યો હતો ત્યારબાદ બધા ઘરે આવ્યા હતા અને પિતાએ ઘરે પણ ઝઘડો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરશે તો પૈસાનો ખર્ચ કરવો પડશે તેવું વિચારીને પરીવારે પિતા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી અને ત્યારબાદ માતા પિતા વચ્ચે સમાધાન થયા બાદ પિતાના ઘરેથી જતા રહ્યા હતા પરંતુ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પિતાએ માતા પર એસિડ એટેક કર્યો હતો પરંતુ રાત્રે માતાની બૂમાબૂમ સાંભળતા સંતાનો માતાની પાસે આવ્યા હતા અને ભાઈઓએ જ્યારે બારી બાજુ જોયું ત્યારે બારી પર પિતા હતા પરંતુ સંતાનની નજર પડતાં તે ફરાર થઈ ગયા હતા.

એસિડ એટેકની ઘટનામાં માતા સહિત દીકરી અને ભાઈઓ પણ સામાન્ય દાઝ્યા હતા. ત્યારબાદ સંતાનોએ માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને દીકરીએ પિતા સામે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp