વડોદરામાં ધડાકાભેર ગટરના 8 ઢાંકાણા ઉછળ્યા, રિક્ષા હવામાં ઉછળી, બે કારને નુકસાન

PC: dainikbhaskar.com

24 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં એક એવી ઘટના બની હતી કે જેના કારણે ગણતરીના સમયમાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં સાંજના સમયે ગટરના એક પછી એક એમ આઠ ઢાંકણા હવામાં ઉછળવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગટરના ઢાંકણા હવામાં ઉડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં 24 ફેબ્રુઆરીને સોમવારના રોજ સાંજના 5:45 વાગ્યે એકા-એક ગટરના એક પછી એક એમ આઠ જેટલા ઢાંકણા હવામાં ઉછળવા લાગ્યા હતા. બ્લાસ્ટ જેવા અવાજ સાથે ગટરના ઢાંકણ ઉછળતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં ગટરના ઢાંકણ પર ઊભેલી એક રીક્ષા પણ હવામાં ઉછળી હતી અને સાથે-સાથે એક કારના કાંચ તૂટ્યા હતા તો બીજી કારના દરવાજાને નુકસાન થવા પામ્યું હતું.

સમગ્ર ઘટનાની લોકોએ ફાયર વિભાગને માહિતી આપતા ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર ફાયટરોએ ડ્રેનેજ હોલની તપાસ કરીને તમામ ગટરોના ઢાંકણ ફરીથી ફીટ કર્યા હતા. તો બીજીતરફ વડોદરા મહાનગરપાલિકાનું ગેસ વિભાગ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે ઢાંકણા ઉછળ્યા હતા. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગટરના ઢાંકણા હવામાં ઉછળવાની ઘટના જે વિસ્તારમાં બની તેની સામેના રસ્તા પર જ વડોદરા પોલીસ કમિશનરનો બંગલો આવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp