અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું પણ મુસાફરી માટે સલામતનો દાવો

PC: divyabhaskar.com

સરકારના અતિ મહત્ત્વના અને મોટા પ્રોજેક્ટ પૈકી એક સી પ્લેન પ્રોજેક્ટ અંતર્ગત એક સી પ્લેન માલદીવ્સથી, કોચી, ગોવા અને કેવડિયા થઈને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પર આવી પહોંચ્યું હતું. સી પ્લેન માટે અનેરો ઉત્સાહ ધરાવતા ગુજરાતીઓ માટે એક મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે, આ સી પ્લેન 50 વર્ષ જૂનું છે. જે રીતે જાપાનમાં આઉટડેટેડ થયેલી ટ્રેન અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટને આપી દીધી એ જ રીત 50 વર્ષ જૂનું સી પ્લેન આ પ્રોજેક્ટને પધરાવી દેવામાં આવ્યું છે. જોકે, ઑપરેટરે એવો પણ દાવો કર્યો હતો કે, મુસાફરી માટે આ સી પ્લેન સલામત છે. 50 વર્ષમાં સંખ્યાબંધ માલિકો બદલ્યા હતા.

આ સી પ્લેનનો રજીસ્ટ્રેશન નંબર 8Q-ISC છે. જુદા જુદા એરક્રાફ્ટના નિર્માણ અને વેચાણ અંગેની જાણકારી આપતી વેબસાઈટ www.airport-data.com પ્રમાણે ટ્વીન ઓટ્ટર 300 મોડેલનું આ સી પ્લેન વર્ષ 1971માં હેવિલેન્ડ કેનેડા કંપનીએ તૈયાર કર્યું હતું. એ પછી પહેલી ડિલેવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિય માઉન્ટેડ પોલીસને તા.27 જૂલાઈ 1971માં સોંપાઈ હતી. એ પછી તો આ સી પ્લેનના અનેક માલિકો બદલી ગયા છે. અત્યારે આ સીન પ્લેનનું રજીસ્ટ્રેશન માલદીવ્યન એરલાઈન્સ પાસે છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવનાર આ સી પ્લેન ઉડાન સ્કિમ હેઠળ ઉડાન ભરી રહ્યું છે. એટલું જ નહીં અનેક વખત તે ભાડા પેટે આપવામાં આવ્યું હતું. સી પ્લેનની ફ્લિટ ધરાવતી વાઈકિંગ એરે જણાવ્યું કે, આ પ્લેનની વય મર્યાદા ઘણી લાંબી હોય છે. વર્ષ 1966થી 1988 વચ્ચે બનાવાયેલા હેવિલેન્ડ ટ્વીન ઓટ્ટર પ્રકારના 844માંથી 450 વિમાન હજુ ઑપરેશનલ એટલે કે ચાલું કંડિશનમાં છે. યોગ્ય તકેદારી અને સારસંભાળ રાખવામાં આવે તો ટ્વીન ઓટ્ટર દાયકાઓ સુધી કામ કરી શકે છે. આ સી પ્લેનનું અમદાવાદથી કેવડિયાનું ભાડું રૂ.4800 રાખવામાં આવ્યું છે. આ ફ્લાઈટનું સંચાલન ગુજરાતમાં સ્પાઈસજેટ તરફથી કરવામાં આવશે.

સોમવારે આ સી પ્લેન અમદાવાદ આવતા અનેક લોકો જોવા માટે ઉમટ્યા હતા. જોકે, તા.31મીએ વડાપ્રધાન મોદી વિધિવત રીતે આ સેવાના શ્રીગણેશ કરશે. આ અંગે સ્પાઈસજેટના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે, સ્પાઈસજેટ તરફથી પસંદ કરવામાં આવેલું સી પ્લેન માલદીવ્સ સહિત દુનિયાભરમાં સૌથી સલામત એરક્રાફ્ટ છે. જેની નિયમિત પણ સર્વિસ ચાલું છે. કંડિશન પણ ટોપ ક્લાસ છે. જોકે, 50 વર્ષ જૂના આ સી પ્લેન અંગે સિવિલ એવિએશન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. જોકે, આ સર્વિસ અંગે હેલ્પલાઈન નંબર જાહેર કરાતા 500થી વધારે લોકોએ આ અંગે પૂછપરછ શરૂ કરી હતી. પણ સોમવારે સી પ્લેન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતા ભાડા સહિતની પૂછપરછ કરનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી.

મોટા ભાગના લોકોએ ભાડા અંગે, રિટર્ન ટિકિટ તથા સિનિયર સિટિઝન વ્યક્તિઓને તથા એકસાથે વધારે ટિકિટ બુકિંગ અંગે કમિશન મળે કે નહીં એવા પ્રશ્નો કર્યા હતા. બર્ડ હિટ અટકાવવા માટે એરોડ્રમ પાસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કારણ કે નજીકમાં જ પીરાણા ડમ્પિંગ સાઈટ આવેલી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રિવરફ્રન્ટથી એરોડ્રમ રોડ સુધીની મુલાકાત લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp