અનિલ અંબાણીએ કોર્ટમાં કહ્યું- દીકરા પાસે લોન લીધી છે અને ઘરેણા વેચીને હું...

PC: vccircle.com

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ ત્રણ ચીની બેંકો પાસેથી લોન લેવાના મામલામાં પોતાની સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે બ્રિટનની એક કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું કે, તેની પાસે કોઈ મહત્ત્વપૂર્ણ સંપત્તિ નથી. તેનો ખર્ચ ખૂબ જ ઓછો છે, જે પત્ની અને પરિવારજનો સંભાળે છે. આવકનો કોઈ બીજો સ્ત્રોત નથી. તે એક સાધારણ જીવન જીવી રહ્યા છે અને તે માત્ર એક કારનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે, તેઓ કાયદાકીય ખર્ચ પોતાની પત્નીના ઘરેણા વેચીને વહન કરી રહ્યા છે અને બાકી ખર્ચાઓ માટે બીજી સંપત્તિઓ વેચવાની કોર્ટ પાસેથી પરવાનગી માગવામાં આવશે. અનિલ અંબાણી સુનાવણીમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા હાજર થયા. આ દરમિયાન તેમની સંપત્તિ, દેવું અને ખર્ચાના હિસાબ અંગે 3 કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા. લક્ઝરી કારોને લઈને ચાલી રહેલી ખબરને મીડિયા દ્વારા ફેલાવાયેલી અફવા ગણાવતા જણાવ્યું કે, તેમણે દીકરા પાસેથી પણ લોન લીધી છે.

અનિલ અંબાણીએ સુનાવણીને પ્રાઈવેટ રાખવાનો અનુરોધ કર્યો હતો. જજે કહ્યું કે, વ્યક્તિગત શર્મિંદગીથી બચવા માટે તેમણે આ અનુરોધ કર્યો હતો. જોકે, તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. ચીનની ત્રણ બેંકોએ અનિલ અંબાણી વિરુદ્ધ 71.7 કરોડ ડૉલરની જજમેન્ટ લોન મેળવવામાં સફળતા મેળવી છે. આ મામલો 2012માં રિલાયન્સ કમ્યુનિકેશન્સને આપવામાં આવેલી 90 કરોડ ડૉલરની લોન સાથે સંકળાયેલો છે, જેને માટે અનિલે વ્યક્તિગત ગેરેંટી આપી હતી.

અનિલ અંબાણી કોર્ટના આદેશ છતા આ લોનને ચુકવવામાં અસમર્થ રહ્યા છે, આથી તેમણે પોતાની 1 લાખ ડૉલરની સંપત્તિનું વિવરણ અને છેલ્લાં 2 વર્ષો દરમિયાન કરવામાં આવેલા બેંક તેમજ ક્રેડિટ કાર્ડ લેણદેણની ડિટેલ્સ સોંપવા કહેવામાં આવ્યું હતું. અંબાણી સતત કહેતા રહ્યા છે કે, તેમની નેટવર્થ નેગેટિવ છે. પરંતુ ચીની બેંક તે માનવા તૈયાર નથી. બેંકોનું કહેવું છે કે, તેમની લાઈફસ્ટાઈલ અને મોટાભાઈ મુકેશ અંબાણી પાસેથી તેમને મળી રહેલી સહાયતાને જોતા નથી લાગી રહ્યું.

ચીની બેંકોના વકીલ બંકિમ થાંકીનું કહેવું છે કે, અનિલ અંબાણી તરફથી આપવામાં આવેલું વિવરણ પણ અપૂર્ણ છે. અંબાણીએ કહ્યું કે, તેમણે છેલ્લાં થોડાં દિવસોમાં પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જ નથી કર્યો, આથી તેમની પાસે લેટેસ્ટ સ્ટેટમેન્ટ જ નથી. પત્ની ટીનાને યૉટ ગિફ્ટ કરવાને લઈને કહ્યું કે, તેઓ Seasick છે અને એક અનુશાસિત લાઈફસ્ટાઈલનું અનુસરણ કરે છે.

અનિલ અંબાણીએ કહ્યું કે, તેઓ 61 વર્ષના છે. તેઓ સ્મોકિંગ કે ડ્રિંકિંગ નથી કરતા. ઓક્ટોબર 2018માં પોતાની માતા પાસેથી તેમણે 500 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમણે દીકરા પાસેથી પણ ઘણા કરોડ રૂપિયાની લોન લીધી છે. ચીની બેંકોએ વધુમાં કહ્યું હતું કે, અનિલ અંબાણીની વકીલોની ટીમ જોઈને નથી લાગતું કે તેઓ કંગાળ થયા છે. તેની સામે અનિલ અંબાણીના વકીલ હરીશ સાલ્વેએ ચીની બેંકો દ્વારા અનુમાનિત કરવામાં આવેલી લોનની રકમને ઓછી કરવા માટે દલીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp