16 ડિસેમ્બરે બદલાશે બેંકથી જોડાયેલો આ નિયમ

PC: indiatimes.com

RBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે NEFTની સુવિધા 16 ડિસેમ્બરથી 24 કલાક માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે. RBIએ જણાવ્યું છે કે, હવે NEFT હેઠળ ટ્રાન્ઝેક્શનની સુવિધા રજાઓ સહિત અઠવાડિયાના 7 દિવસ મળશે.

NEFT ટ્રાન્ઝેક્શન સામાન્ય દિવસોમાં સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અને પહેલા અને ત્રીજા શનિવારે સવારે 8 વાગ્યાથી બપોર 1 વાગ્યા સુધી 1 કલાક માટે કરવામાં આવતું હતું.

RBIએ સૂચનામાં કહ્યું કે, NEFT ટ્રાન્ઝેક્શન 24 કલાક 7 દિવસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ તમામ બેંકોને ચાલુ ખાતામાં નિયમિત પૂરતું ભંડોળ રાખવા જણાવ્યું છે. જેથી NEFT વ્યવહારોમાં કોઈ મુશ્કેલી આવી શકે નહિ.

RBIએ કહ્યું કે, તમામ બેંકોને NEFT વ્યવહારોને સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવા જાણ કરી દેવામાં આવી છે. બેંકો ગ્રાહકોને NEFTમાં થયેલા ફેરફારો વિશે જાણ કરી શકે છે.

NEFT અને RTGSનો ચાર્જ ખતમઃ

RBIએ NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન પરના ચાર્જને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.

NEFT શું છેઃ

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર(NEFT) દેશની બેંકો દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાની એક રીત છે. જેનો અર્થ થાય છે કે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા. આ સુવિધાનો લાભ લઈને સામાન્ય ગ્રાહકો અથવા કંપનીઓ તેને અન્ય શહેરની શાખા અથવા કોઈ કંપની, કોઈપણ વ્યક્તિને મોકલી શકે છે. આજે લગભગ દરેક બેંકે NEFT ટેકનોલોજી અપનાવી છે. આ સુવિધા દ્વારા પૈસા મોકલવા માટે ગ્રાહકોએ દરેક રીતની જાણકારી મોકલવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp