એલન મસ્કે કાઢી પૈસા વસૂલવાની નવી રીત, X પર અકાઉન્ટ બનાવવા આપવી પડશે ફી

PC: gulfnews.com

એલન મસ્ક દ્વારા ટ્વીટરને ટેકઓવર કર્યા બાદ પ્લેટફોર્મ પર ઘણા મોટા બદલાવ જોવા મળ્યા છે. એલન મસ્કે તેનું નામ બદલીને X કરી દીધું છે. સાથે જ યુઝર ID અને બ્લૂ ટિકને લઈને પણ ઘણા બદલાવ જોવા મળ્યા છે. હવે એલન મસ્કે ફરીથી Xને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, X જલદી જ પોતાના નવા યુઝર્સ પાસે પૈસા લેવાના શરૂ કરી દેશે.

એલન મસ્ક મુજબ, X સાથે જોડાનારા નવા યુઝર્સને ટ્વીટને લાઇક કરવા, પોસ્ટ કરવા, રિપ્લાઈ કરવા અને અહી સુધી કે બૂકમાર્ક કરવા માટે નાનકડો ચાર્જ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે શરૂઆતથી અત્યાર સુધી X પ્લેટફોર્મ મફત હોય છે. રિપોર્ટ્સથી જાણકારી મળી છે કે એલન મસ્કે આ નિર્ણય બોટથી થતી પરેશાનીઓને ખતમ કરવા માટે લીધો છે. Xની વેબસાઇટ પર બદલાવ બાબતે પોસ્ટ કરનાર એક X અકાઉન્ટ યુઝરના જવાબમાં એલન મસ્કે કહ્યું કે, નવા અકાઉન્ટ પર એક નાનકડો ચાર્જ વસૂલવાની બોટ્સના હુમલા રોકવાની એકમાત્ર રીત છે.

કેપ્ચા જેવા ટૂલનો ઉલ્લેખ કરતા એલન મસ્કે કહ્યું કે હાલનું AI (અને ટ્રોલ ફોર્મ) શું તમે એક બોટ છો? ને સરળતાથી પાસ કરી શકે છે. એક બીજા યુઝરને જવાબ આપતા એલન મસ્કે કહ્યું કે, નવા અકાઉન્ટ ક્રિએટ કર્યાના 3 મહિના બાદ ચાર્જ ચૂકવ્યા વિના પોસ્ટ કરી શકશે. જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલી ઘણી જાહેરતોના મામલે થાય છે. હાલમાં આ બાબતે કોઈ વિગટ મળી નથી કે આ પોલિસી ક્યારે લાગૂ થશે અને નવા યુઝર્સે કેટલો ચાર્જ આપવો પડશે.

એ સિવાય હાલમાં જ X કોર્પે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ વચ્ચે ભારતમાં રેકોર્ડ 2,12,627 X અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જે મોટા ભાગે બાળ શોષણ અને ગેર સહમતી નગ્નતાને પ્રોત્સાહન આપવા માટે હતા. માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે દેશમાં પોતાના પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપનારા 1,235 અકાઉન્ટને પણ હટાવી દીધા છે. કુલ મળીને Xએ દેશમાં સમીક્ષાધિન અવધિમાં 213,862 ખાતાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp