ભારત આવતા પહેલા એલન મસ્કની ટાટા ગ્રુપ સાથે મોટી ડીલ થઈ

PC: lokmat.com

એલન મસ્ક 22મી એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ભારત આવી શકે છે. PM નરેન્દ્ર મોદીને મળ્યા પછી એલન મસ્ક EV માટે મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. સાથે જ ટેસ્લા કંપનીનો પ્લાન્ટ લગાવવા વિશે પણ માહિતી આપી શકે છે.

રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એલન મસ્કે માહિતી આપી હતી કે, તેઓ ભારતના PM નરેન્દ્ર મોદીને મળી શકે છે.

જ્યારે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એલન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ભારત આવી શકે છે. PM નરેન્દ્ર મોદીને મળ્યા પછી એલન મસ્ક ટેસ્લાની ભારત આવવાની શક્યતાઓની પુષ્ટિ કરી શકે છે અને મોટા રોકાણની જાહેરાત કરી શકે છે.

અમેરિકન કંપની ટેસ્લાએ તેની કારમાં સેમિકન્ડક્ટર લગાવવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે. આ સોદો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ટાટા ઈલેક્ટ્રોનિક્સને ટોચના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ ડીલ થોડા મહિનામાં પૂર્ણ થશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા સમાચાર અનુસાર, Tata Electronics અને Tesla વચ્ચેની ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીઓએ પણ આ ડીલ પર કંઈ કહ્યું નથી.

ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના પ્રમુખ અશોક ચાંડકે કહ્યું છે કે, ટેસ્લાનો આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સના સ્થાનિક સપ્લાયર્સ માટે ઈકોસિસ્ટમ બનાવશે. તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સે 50-60 ટોચના સ્તરના નિષ્ણાતોની ભરતી કરી છે. બીજી તરફ, ટેસ્લા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની ભારતમાં 2 થી 3 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિમાં ફેરફાર સાથે, ઓટો કંપનીઓને 15 ટકા ઓછી આયાત ડ્યુટી પર 35,000 ડૉલર કે તેથી વધુ કિંમતની EVs આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ વર્ષમાં 500 મિલિયન ડૉલરનું રોકાણ કરવું પડશે. રોકાણ કરવા માટે વાહન ઉત્પાદકોની પ્રતિબદ્ધતા પર નિર્ભર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp