લોકડાઉન વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

PC: economictimes.indiatimes.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી પટેલે કહ્યું કે,ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ ખેડૂતો, ખેડૂત આગેવાનો અને ધારાસભ્યો દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે તારીખ 5મી એપ્રિલ 2020 સુધી નર્મદાનું પાણી આપવાનો નિર્ણય અગાઉ કરાયો હતો તે વધુ 10 દિવસ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

તેને અનુલક્ષીને ખેડૂતોની લાગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નર્મદા યોજનામાંથી અપાતું પિયતનું પાણી આગામી તારીખ 15 એપ્રિલ 2020 સુધી આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે નર્મદા કમાન્ડ વિસ્તાર સહિત ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનશે જેના લીધે ખેડૂતોને ઘાસચારો ઉગાડવા તથા અન્ય વાવેતર કરાયેલ પાક માટે આ પાણી ઉપયોગમાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp