સતત વરસાદથી મગફળી જમીનમાં ઊગી ગઈ, કપાસના બી છોડ પર ફૂગી ગયા

PC: youtube.com

સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. 40 ટકા નુકસાન છે. જોકે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સર્વે કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાક વીમાના નાણા ચુકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઉગી ગઈ છે.

કપાસમાં રૂ આવે તે પહેલા તેના જીંડવામાં ઈયળ પડી ગઈ છે. ઈડર તાલુકાના તથા હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના મગફળી, કપાસ, ડાંગર, મકાઈ છોડ ઉપર જ તેના બિયા ઊગી ગયા છે. નવરાત્રી સમયે મગફળી પાકી જતી હોવાને કારણે તેને જમીનમાંથી બહાર કાઢી લે છે. આ વખતે વરસાદ નવરાત્રીમાં ચાલુ રહેતાં અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક પણ નિષ્ફળ ગયો છે.

સાબરકાંઠામાં 8 હજાર હેક્ટરમાં મકાઈ અને અડદના પાકને નુકસાન છે, ઘણી જગ્યાએ છોડમાં દાણા ઊગી ગયા છે.વિજયનગર અને પોશીના તાલુકામાં માટીની નીચે ખડકો હોવાથી સતત વરસાદને કારણે જમીનમાંથી પાણી ફૂટી ગયું છે, જેને કારણે મકાઈના પાકમાં ડોડા ફૂટ્યા નથી. જ્યા ફૂટ્યા છે ત્યાં ડોડામાં દાણા ઊગા ગયા છે. 20 હજાર હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી જમીનમાં અંદર જ ઊગી ગઈ છે. અડદ, મકાઈમાં 8 હજાર હેક્ટરમાં નુકસાન થયું છે.

એસડીઆર એફ માંથી હેક્ટરદીઠ બિનપિયત માટે રૂ.6800 અને પિયત વિસ્તારમાં રૂ.13500 ચૂકવવાની જોગવાઈ છે. કપાસનું 57,741 હેક્ટરમાં 40 હજારથી વધુ ખેડૂતોએ વાવેતર કર્યું છે. વીમો માત્ર 475 ખેડૂતોએ લીધો હોવાનું ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.મગફળી ઉગી જવાના કિસ્સામાં પણ વીમો તો મળશે જ 4 હજારથી વધુ હેકટરમાં મગફળીનું વાવેતર કર્યું હતુ.

ગોંડલ તાલુકામાં 60 ઈંચ વરસાદ થયો છે. મગફળી, મગ, અડદ, તલ, બાજરી, કપાસમાં ઉગેલા જીંડવા ભીના થઈ ગયા છે, મગફળી મા પણ ઉગાવો થઈ ગયો છે. 600 વીઘા જેટલી જમીનો મા ખરીફ પાક નિષ્ફળ ગયો છે. તલ જેવો નાજુક પાક બળી ગયો છે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, અડદ સહિત કઠોળના પાક છોડમાં ઊગી ગયા છે.

સમગ્ર ગુજરાતમાં વધુ પડતા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવવાથી મગફળીના ડોડવા જમીનમાં જ ઉગી ગયા છે અને તેની ગુણવત્તા પર પણ અસર પડી છે. મગફળીને ટેકાના ભાવે તથા બજારમાં કોઈ ખરીદવા તૈયાર નથી. 15.52 લાખ હેક્ટર વાવેતર કર્યું છે. 40થી 54 ટકા પાક નિષ્ફળ ગયો છે. વિઘાએ વાવેતર-ખેતી ખર્ચ રૂ.11,000 રૂપિયા.વરસાદના પાણીના કારણે 5.21 લાખ હેક્ટર તલની શીંગોમાંથી 40 ટકા જેવી સીંગોની અંદર દાણા ફૂગાઈ ગયા છે અથવા ઊગી ગયા છે. બીજા 50 ટકા તલ નકામાં બનતાં 90 ટકા પાક નિષ્ફળ ગયા છે. બાજરીના ડૂંડામાં દાણા ઉગી ગયા છે, બાકી રહી ગયેલા દાણામાં ફૂગ લાગી જતા બગડી ગઈ છે. 90 ટકા બાજરી નકામી બની ગઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp