કાપડ બનાવતા ઉદ્યોગોને કરોડોની સહાય પણ ખેડૂત કાપડ બનાવી ન શક્યા

PC: megunited.com

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાતની કાપડ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે કપાસ પેદા કરતાં ખેડૂતો પોતાના કપાસમાંતી જાતે કાપડ બનાવીને સીધા તૈયાર કપડાંનું ઉત્પાદન કરીને નિકાસ કરી શકે તેવુ દરેક ઝોનમાં સાત બેઠકમાં કુલ ટેક્સટાઇલ પાર્ક ઊભું થશે. 

નરેન્દ્ર મોદીની આ વાત ખરી નિકળી નથી. કારણ કે કપાસ પકવતાં 12 લાખ ખેડૂતમાંથી એક પણ ખેડૂત પોતાના કપાસમાંથી કાપડ બનાવ્યું નથી. તેના બદલે ઉદ્યોગો કરોડો રૂપિયાની સબસિડી લઈ રહ્યાં છે. ઉદ્યોગોને એક અંદાજ પ્રમાણે 10 હજાર કરોડનું રોકાણ થયું તેમાં રૂ.2 હજાર કરોડની સબસિડી સરકારે આપી છે. પણ ખેડૂતો ત્યાં જ રહ્યાં છે. 

રાજ્ય રંગ-રસાયણ, ફર્ટિલાઇઝર, ડાયમંડ વગેરે ક્ષેત્રે આગળ છે. તે જ રીતે કાપડ, ગારમેન્ટ અને હોઝિયરી પેદાશોના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૨માં ગુજરાત કાપડ નીતિ અમલી બનાવવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લામાં 31 માર્ચ 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 88 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેના દ્વારા રૂ.4119 કરોડનું રોકાણ થયું છે.

8 જુલાઈ 2015માં  દક્ષિણ ભારતમાં તામીલનાડુમાં સૌથી વધારે ટેક્સટાઇલ એકમો કાર્યરત છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર  મોદીએ 2012માં નીતિ જાહેરાત કરી હતી કે આ કાપડ નીતિ હેઠળ ખેડૂતો પોતાના જ કપાસમાંથી સીધા તૈયાર કપડાંનું ઉત્પાદન કરીને નિકાસ કરી શકે તેવુ દરેક ઝોનમાં સાત બેઠકમાં કુલ ટેક્સટાઇલ પાર્ક ઊભું થશે. વિવિધ પ્રકારના વેરા તથા વીજળીમાં રાહતોની ઘોષણા કરવાના કારણે 2015 સુધીમાં 312થી વધારે એકમોમાં પ્લાન્ટ અને મશીનરીનું કુલ મૂડીરોકાણ રૂ.4068 કરોડ જેટલું થવા જાય છે. તેમ કાપડ મિલ મંજૂરી સમિતિમાં વિગતો રજૂ થઇ હતી. 

સ્પીનિંગ, વિવિંગ, પ્રોસેસિંગ, નિટિંગ, જીનિંગ અને પ્રેસિંગ, રેડિમેઇડ ગાર્મેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ વગેરે ક્ષેત્રે મુખ્યત્વે મહેસાણા, સુરેન્દ્રનગર, સુરત, જામનગર, અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં સ્થાપિત થતા નવા તથા વિસ્તરણ, આધુનિકીકરણ કરતા 71 એકમોને વ્યાજ સહાય તેમજ વેટ કન્શેશન લાભની મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી  કુલ 42 એકમોને સ્પિનિંગ અને રેડિમેઇડ ગાર્મેન્ટના 12 એકમોને 7 ટકા, ટેકનિકલ ટેક્સટાઇલના 10 એકમોને 6 ટકા અને અન્ય 20 એકમોને 5 ટકા લેખે વ્યાજ સહાય મંજૂર કરવામાં આવી હતી. કુલ 69 એકમોને પ્લાન્ટ અને મશીનરીમાં કરેલા માન્ય મૂડીરોકાણ પર વેટ માફીના લાભો મંજૂર કરવામાં આવ્યા છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp