તારક મહેતા...ના અસિત મોદી છે આર્થિક સંકટમાં?જેનિફર મિસ્ત્રીને આપવા માટે પૈસા નથી

PC: firstpost.com

ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શ્રીમતી સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષ પછી આ અંગે ચુકાદો આવ્યો છે. જેનિફરે અસિત સામેનો કેસ જીતી લીધો છે. કેસ જીત્યા પછી અભિનેત્રીએ TMKOC નિર્માતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનિફરનું કહેવું છે કે, અસિત મોદીએ તેને વળતર આપવાની ના પાડી દીધી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

મીડિયા સૂત્રોને આપેલા એક ઈન્ટરવ્યુમાં જેનિફરે કહ્યું કે, અસિત મોદી સામે કેસ જીત્યા પછી પણ તે દુઃખી છે. તે કહે છે,  હું તેને કોર્ટમાં સુનાવણી દરમિયાન મળી હતી. તે કમિટીના સભ્યોને પોતાના શબ્દોથી પ્રભાવિત કરવામાં વ્યસ્ત હતો. અસિત મોદીએ કમિટીને એમ પણ કહ્યું કે, તેઓ એક પરિવારની જેમ મારું ધ્યાન રાખે છે. પછી તેણે મને પૂછ્યું કે, શું હું આ બધું માલવ રાજડા અને શૈલેષ લોઢાના પ્રભાવ હેઠળ કરી રહી છું?

બીજી મીટિંગમાં તેણે મને કહ્યું કે, તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી તેઓ મને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપી શકશે નહીં. આ પછી તેને શંકા ગઈ કે, હું ફોન પર તેની વાતચીત રેકોર્ડ કરી રહી છું. તેથી તેઓએ મારો ફોન ચેક કરવા મારી પાસે ફોન માંગ્યો, પરંતુ મારા પતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, તમારી સાથે તેને કોઈ લેવાદેવા નથી.

તેણે વધુમાં કહ્યું કે, 'છેલ્લા એક વર્ષમાં હું કેવા પ્રકારના આઘાતમાંથી પસાર થઇ છું તેનું શું? ત્રણેય લોકો તેમના કમ્ફર્ટ ઝોનની બહાર છે, પોતે નિર્દોષ છે તેવું લોકોને જણાવી રહ્યા છે, પોઝ આપી રહ્યા છે. પરંતુ કેસના ચુકાદાએ ચોક્કસપણે આ સાબિત કર્યું છે. મેં જે કઈ પણ કહ્યું તે સાચું હતું, હું કોઈ જૂઠું બોલાતી ન હતી, કે મેં કોઈ પ્રકારની વાર્તા બનાવી નથી. કે નથી હું કોઈ સ્ત્રી કાર્ડ રમી રહી. મેં જે કહ્યું તે સત્ય હતું. મેં કોઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું નથી કર્યું. શરૂઆતથી ઘણા લોકોએ મારા પર દોષારોપણ કર્યા અને તેમની જાતે ન્યાય કર્યો. હું ફક્ત હકીકતો જ કહી રહી હતી. જે આજે સાચું નીકળ્યું. હું માત્ર એક વાતથી ખુશ છું કે, મેં જે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો, તેને માન્યતા મળી છે. જો કે, હજુ પણ મને નથી લાગતું કે મને કોઈ યોગ્ય ન્યાય મળ્યો છે.'

જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી. 2023માં, તેણે એમ કહીને શો છોડી દીધો કે, તેની શોના સેટ પર જાતીય સતામણી કરવામાં આવી હતી. તેણે અસિત કુમાર મોદી, શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય વિરુદ્ધ IPCની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે અસિત મોદીને વળતર તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે સોહેલ અને જતીનને કોર્ટે કોઈ સજા ફટકારી નથી.

અહીં તમને જણાવી દઈએ કે, માત્ર જેનિફર જ નહીં પરંતુ તારક મહેતાના ઘણા સ્ટાર્સે પ્રોડક્શન પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp