હવે શિક્ષકો પર રહેશે ગાંધીનગરથી નજર, શિક્ષકોને આ એપ ડાઉનલોડ કરવાનો આદેશ અપાયો

PC: indianexpress.com

ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પર હવે શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં બેઠા બેઠા નજર રાખી શકશે. 14 ઓગસ્ટના રોજ શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવ દ્વારા રાજ્યની તામામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને એક ઓડિયો મેસેજથી પોતાના મોબાઈલ ફોનમાં ‘કાંઈ ઝાલા’ નામની એક એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતુ. આ ‘કાંઈ ઝાલા’ એપ શિક્ષકો પર CCTV કેમેરા સમાન છે. ફરજ દરમિયાન શિક્ષકો શું કરે છે, તેવી તમામ વિગતો શિક્ષણ અધિકારીને ગાંધીનગરમાં બેઠા બેઠા ‘કાંઈ ઝાલા’ એપ્લીકેશનની મદદથી ખબર પડી શકે છે. શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવના એપ્લેકેશન ડાઉનલોડ કરવાના આદેશથી રાજ્યના શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.

શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવના આ ફરમાનથી રાજ્યમાં હંગામો ઉભો થઇ ગયો છે. આ કાંઈ ઝાલા’ નામની એક એપ્લીકેશનથી શિક્ષકોની પ્રાઈવેસી નહીં રહે તેવું કારણ આગળ ધરીને ‘કાંઈ ઝાલા’ એપ્લીકેશનને મોબાઈલમાં ડાઉનલોડ કરવાની મનાઈ કરી દીધી છે અને રાજ્ય શિક્ષણ સંઘે આ બાબતે એપ્લીકેશન ડાઉનલોડ કરવાને લઇને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કેટલાક સંઘોએ પોતાના સભ્ય શિક્ષકોને મેસેજ કરીને ‘કાંઈ ઝાલા’ એપ્લીકેશન ડાઉનલોડ ન કરવાનું જણાવ્યું છે. સંઘનુ કહેવું એમ છે કે, શિક્ષકોનું લોકેશન આ એપ્લીકેશનથી જાણી શકાશે. આ ફતવાના કારણે શિક્ષકોની પ્રાઈવેસી ખતમ થઇ જશે. હવે આગમી દિવસોમાં જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા આ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp