સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પહેલીવાર રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ

PC: twitter.com

સુરતીઓ માટે ખૂશીના સમાચાર છે. સુરતી લાલઓ સુરતમાં જે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવાની રાહ જોઈ રહ્યા તે આતુરતાનો હવે અંત આવ્યો છે. કારણ કે, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડની મંજૂરી મળી ગઈ છે. જેથી સુરતમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. મહિલા ટુર્નામેન્ટની પહેલી આંતરરાષ્ટ્રીય મેચને સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. જો કે પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માટે હજુ રાહ જોવી પડશે. 25મી સપ્ટેમ્બરના રોજ સાઉથ આફ્રિકા અને પ્રેસીડન્ટ ઈલેવન વચ્ચે પહેલી મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ રમાશે.

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના માનદ મંત્રી ડોક્ટર નિમેશ દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખૂબ આનંદ છે. બધાના સાથ સહકારથી આ પોસીબલ થયુ છે. બધા શુભેચ્છકોની વર્ષોથી GCAમાં રજૂઆત હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો પણ આમાં સાથ છે અને તો જ આપણને આ મેચ મળે. BCCIમાં પણ આપણી એક સારી ઈમ્પ્રેશન ઉભી થઇ છે. તો આ એક શરૂઆત થઇ છે.

ડોક્ટર નિમેશ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી આપણે ત્યારે BCCIની મેચો ચાલે છે. રણજીત ટ્રોફી રમાઈ, અન્ડર-19ની ચાર ટ્રોફી રમાઈ અને અન્ડર-23ની મેચ રમાઈ પરંતુ આ વર્ષે થોડું વધારે મેચોનું આયોજન આપણે ત્યાં થયુ. તેના બે રીજન છે. જેમાં મોટેરા સ્ટેડીયમ રીનોવેશનમાં છે અને BCCIના લીસ્ટમાં નોર્થ ઇસ્ટના 8થી 10 નવા સ્ટેટનો ઉમેરો થયો છે. એટલે 2,040 મેચ BCCIએ છ મહિનામાં રમાડવાની છે અને એ લોકોને એવું ગ્રાઉન્ડ જોઈએ કે, ત્યાં એક સાથે ત્રણ વેન્યુ હોય જેથી એક સાથે ત્રણ વેન્યુ પર મેચ રમાઈ એટલે સુરતમાં આ પોસિ બલ થયું.

રિપોર્ટ મુજબ ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ 16 સપ્ટેમ્બરના રોજ સુરત આવી જશે અને અહિયા તેઓ 2 પ્રેક્ટિસ મેચ રમશે. 25 સપ્ટેમ્બરથી આ બંને ટીમ પાંચ T20 મેચનો પ્રારંભ કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp