ફાયરના જવાને પાંચમાં માળેથી લટકીને 3 વર્ષના બાળક અને માતાને બચાવ્યા, જુઓ વીડિયો

PC: youtube.com

સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી એક સોસયટીમાં ત્રણ વર્ષના બાળકે માતા બેડરૂમમાં હતી, તે સમયે દરવાજાને લોક માર્યો હતો. બાળકથી લોક ન ખુલતા માતા અને બાળક ઘરમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને એક ફાયરના જવાને ટેરેસ પરથી જીવના જોખમે લટકીને રૂમની અંદર પ્રવેશ કરીને માતા અને પુત્રને બહાર કાઢ્યા હતા.

Rescue operation by Fire and Emergency Services Team. (2/2)

Posted by My Surat on Saturday, 17 August 2019

સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી આવેલા ગઢપૂર ટાઉનશીપના B-01 નંબરના બ્લોકના પાંચમાં માળે મકાન નંબર 502 હસમુખભાઈ કાસડીયા તેમના બાળક અને પત્ની સાથે રહે છે. આજે 17 ઓગસ્ટના રોજ બપોરના સમયે પુત્ર રીધમ અને માતા ઘરે હતા તે સમયે મકાનનો મેઈન દરવાજાને લોક મારેલો હતો અને હસમુખભાઈની પત્ની બેડરૂમમાં કામ કરી રહી હતી. તે સમયે ત્રણ વર્ષના રીધમે બેડરૂમના દરવાજાને લોક મારી દીધો હતી અને રીધમને દરવાજાનો લોક ખોલતા આવડતો ન હતો. જેથી માતા બેડરૂમમાં ફસાઈ ગઈ હતી અને રીધમ કિચન અને હોલમાં ફસાયો હતો.

આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેમને તાત્કાલિક ફાયર વિભાગને મદદ માટે કોલ કર્યો હતો. કોલ મળતા ફાયરના જવાનો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સબ ફાયર ઓફિસર પ્રવીણ પટેલે તેમની સાથે આવેલા ફાયરના માર્સલ રણજીત મીરને બિલ્ડીંગના ટેરેસ પરથી પાંચમા માળે આવેલા ફ્લેટમાં બાળક અને માતાના રેસ્ક્યુ કરવા માટે ચેરનોટ બનાવીને ટેરેસ પરથી નીચે ઉતાર્યો હતો. જીવના જોખમે માર્સલ રણજીત મીર બારીનો કાચ તોડી બારીમાંથી ફ્લેટની અંદર પ્રવેશ્યા અને ત્યારબાદ બેડરૂમનો અને ઘરનો લોક ખોલીને ઘરના ફસાયેલા માતા અને ત્રણ વર્ષને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp