કમબેક કરતાની સાથે જ સાનિયા મિર્ઝાનો ધમાકો, માતા બન્યા બાદ જીત્યો આ ખિતાબ

PC: indianexpress.com

સાનિયા મિર્ઝાએ 2 વર્ષના આરામ બાદ વાપસી કરી શાનદાર શરૂઆત કરતા નાદિયા કિચનોકની સાથે મળીને WTA હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સ ખિતાબ જીતી લીધો છે. સાનિયાએ 1 કલાક 21 મિનિટ સુધી ચાલેલી મેચમાં ચીન હરીફની જોડીને 6-4, 6-4થી હરાવ્યા છે.

સાનિયા દીકરા ઈઝહાનના જન્મ પછી પહેલીવાર કોઈ ટૂર્નામેન્ટમાં રમી રહી હતી. આ રીતે 33 વર્ષીય ખેલાડીએ ઓલ્મ્પિક વર્ષમાં શાનદાર શરૂઆત કરીને ઓસ્ટ્રેલિયન ઓપન માટે તૈયારીઓનું સબૂત રજૂ કર્યું છે. સાનિયા દીકરાના જન્મને કારણે 2018 અને 2019 દરમિયાન WTA સર્કિટમાં રમી નહોતી.

સાનિયા અને નાદિયાએ પહોલી ગેમમાં જ ચીની ખેલાડીઓને સર્વિસ તોડી. બંને જોડીઓની વચ્ચે ત્યારબાદ 4-4 સુધી નજદીકી મુકાબલો જોવા મળ્યો.

સાનિયા અને નાદિયાએ 9મી ગેમમાં બ્રેક પોઈન્ટ મળ્યો ત્યાર બાદ બંનેએ સરળતાથી પહેલો સેટ પોતાના નામે કરી લીધો. ચીની જોડીની રમત બીજા સેટમાં શરૂઆતમાં સારી રહી પણ ત્રીજી ગેમમાં સર્વિસ ગુમાવી બેઠા.

સાનિયા અને નાદિયા 6ઠ્ઠી ગેમમાં 0-30થી પાછળ હતા પણ હરીફ પેંગ અને ઝાંગે તેમને સર્વિસથી બચાવી રાખવાની તક આપી. ભારત અને યુક્રેનની જોડીએ 4-2ની સરસાઈ મેળવી.

WTA હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સ ખિતાબ જીતની સાથે સાનિયા અને નાદિયાને 13580 ડૉલરની ઈનામી રાશિ મળી. બંનેને અલગ અલગ 208 રેન્કિંગ પોઈન્ટ પણ મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp