અમદાવાદ ટ્રાફિક પોલીસે 13,000 સરકારી કર્મચારીઓ પાસેથી ઉઘરાવ્યો લાખો રૂપિયાનો દંડ

PC: dnaindia.com

અમદાવાદના લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતિ આવે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સમાયંતરે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસે અમદાવાદમાં સરકારી અધિકારી કે, કર્મચારીઓ સામે પણ લાલ આંખ કરી હતી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સાબિત કરીને બતાવ્યું કે, કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ નહીં પણ સરકારી કર્મચારીઓ માટે પણ હોય છે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ 5 ઓગસ્ટથી 11 ઓગસ્ટ એમ એક સપ્તાહ સુધી યોજાઈ હતી. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સવારે ઓફીસના સમયે 10થી 10:30ની વચ્ચે અને છૂટવાના સમયે 6 વાગ્યે એક અઠવાડિયા સુધી પાસપોર્ટ કચેરી, કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કચેરી, ST વર્કશોપ, ઈન્કમટેક્ષ ઓફિસ, પોસ્ટ ઓફિસ, સરકારી સ્કૂલો અને કોલેજો સામે ઉભા રહેતા હતા અને જે પણ સરકારી અધિકારી કે, કર્મચારીએ હેલ્મેટ ન પહેર્યું હોય, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા અધિકારી કે, કર્મચારીઓ પાસેથી દંડની વસુલાત કરી હતી.

આ ડ્રાઈવ દરમિયાન કેટલાક અધિકારીઓએ પોતાની સત્તાનો પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ટ્રાફિક પોલીસની કાયદેસરની કાર્યવાહી સામે સરકારી અધિકારીઓની એક ન ચાલી અને ટ્રાફિક નિયમના ભંગ બદલ તેમને દંડની ભરપાઈ કરવી પડી હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસે સાત દિવસ યોજેલી આ ડ્રાઈવ દરમિયાન સરકારી અધિકારી અને કર્મચારીઓની સાથે સાથે કુલ 24 હજાર વાહનચાલકોને પાસેથી 24.56 લાખનો દંડ વસુલ્યો હતો. જેમાં 13 હજાર સરકારી કર્મચારીઓ પાસેથી 13.50 લાખનો દંડ વસુલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp