પ્રેગ્નેન્ટ હોવા છતા નર્સ અંજલીબેને દર્દીઓની સારવાર કરી

PC: khabarchhe.com

દર્દીઓની સેવાને પોતાનો મુખ્ય ધ્યેય બનાવનારા ફ્લોરેન્સ નાઇટિંગલનું અનુકરણ કરી દર્દીઓની સેવામાં જ પોતાનું સુખ જોનારા અનેક આરોગ્યકર્મીઓના દાખલા આપણી સામે છે. ત્યારે આણંદના સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત નર્સ અંજલીબેન પરમાર પણ આવું જ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અંજલીબેન હાલ ગર્ભવતી છે. આમ છતાં, તેઓ કોરોના સંક્રમણ વચ્ચે પણ નિયમિતરૂપે પોતાની ફરજ અદા કરી રહ્યા છે અને સતત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી રહ્યા છે.

એટલું જ નહીં, જરૂર પડ્યે રાત્રિફરજ પણ નિભાવે છે. ખરેખર, અંજલીબેન જેવા આરોગ્યકર્મીઓ જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાર્થક કરી રહ્યા છે. તેમની સંવેદનશીલતા અને હિંમતની સરાહના થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp