ઇન્ડોર સ્ટેડિયમમાં જ્વેલરી શો, લકી ડ્રોના વિજેતાઓને મળશે 1 ગ્રામ ગોલ્ડ કોઇન

PC: Khabarchhe.com

સુરત જ્વેલરી શોએ લગ્નગાળાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની જ્વેલરી શોપિંગ જનતાને પોતાની પસંદગી મુજબની ડિઝાઇન એક જગ્યાએથી ખરીદી શકે તેવા આશય સાથે સુરત જ્વેલરી શોનું આયોજન આગામી તા. 23, 24 અને 25 ઓગસ્ટ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરાયું છે. આ જ્વેલરી શોમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ તથા જયપુરની અનેક નામાંકિત જ્વેલરી કંપનીઓ પોતાના ઉત્કૃષ્ટ ડિઝાઇનિંગ ધરાવતા મનમોહક આભૂષણોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરશે. જેમાં અલગ-અલગ શહેરોમાંથી 40 જેટલા જ્વેલરી ઉત્પાદકો એક જ સ્થળે પોતાની વિવિધ કલા પ્રદર્શિત કરશે. 

આ વખતે સુરત જ્વેલરી શોના આયોજકો દ્વારા મુલાકાતીઓ માટે વિશેષ લકી ડ્રો નું આયોજન પણ કરાયું છે, જેમાં દર પ્રતિ કલાકે 1 ગ્રામ ગોલ્ડ કોઇન આપવામાં આવશે. આગામી તારીખ 23, 24 અને 25 ત્રણ દિવસ દરમિયાન લગભગ 30 જેટલા ગોલ્ડ કોઈન લકી ડ્રો વિજેતાઓને આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp