ગુજરાતમાં વર્ચ્યુઅલ સેક્સ રેકેટઃ વેબકેમથી વેપાર, ડૉલરથી પેમેન્ટ કરનારને ટોકન

PC: patrika.com

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી PF ઓફિસ રોડ પર વર્ચ્યુઅલ સેક્સ કોલ સેન્ટર ધમધમતુ હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે આર્કિટેક્ટની ઓફિસ તથા એના મકાનમાં દરોડા પાડી વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરનું ઈન્ટરનેશનલ સેટઅપ પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાંથી અન્ય રાજ્યમાંથી આવેલી યુવતીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત આરોપીના ઘરેથી પોલીસને કેટલાક સેક્સ ટોય પણ મળી આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી છાના ખુણે ચાલતા આવા વર્ચ્યુઅલ કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી નીલેશ ગુપ્તા આમાંથી ડૉલરમાં કમાણી કરતો હતો. એટલું નહીં સવા કરોડની કિંમતના બીટકોઈન રશિયાના ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા હોવાનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે. વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી. ગોસાઈ અને પી.એસ.આઈ એસ.એસ. જસાણીની ટીમને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી. અકોટા સ્થિત પી.એફ. ઓફિસ રોડ પર શ્રી રેસિડન્સીમાં વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટર ધમધમે છે. પોલીસે આ માટે એક ટીમ તૈયાર કરીને દરોડા પાડ્યા હતા. Chaturbate નામથી ચાલતા વર્ચ્યુઅલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં સંચાલક-આરોપી નીલેશ ગુપ્તા સંચાલન કરતો હોવાનું જાણવા મળતા પોલીસે એની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે ઓફિસ બાદ નીલેશના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તે હાર્દિક ચેમ્બર્સ, સુનિતા સોસાયટી અકોટા વિસ્તારમાં રહે છે. એના ઘરેથી કોલસેન્ટર ચલાવવા માટેના કેટલાક બીજા સાધનો પણ મળી આવ્યા હતા.

ડી.સી.પી સંદીપ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે, આ આરોપીએ 2 વર્ષમાં 30 યુવતીઓને નોકરીમાં રાખી હતી. હાલમાં દરોડા પાડતા આઠ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી છ યુવતી વડોદરા, એક સુરત અને એક ઉત્તર પ્રદેશની છે. આ યુવતીઓને કોઈ લાલચ આપવામાં આવતી કે, જબરદસ્તીથી રખાતી એ અંગે તપાસ ચાલું છે. આ વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવવા માટે નીલેશની સાથે અમી પરમારે એક ઈન્ટરનેશનલ વર્ચ્યુઅલ સેક્સ કોલસેન્ટરનું આખુ સેટઅપ ઊભું કર્યું હતું. અમી પરમાર કારેલીબાગ વિસ્તારમાં રહે છે. જેમાં મધ્યમ વર્ગની યુવતીઓને પૈસાની લાલચ આપીને નોકરીના બહાને રોકવામાં આવતી હતી. અમી ગ્રાહકો સાથે કઈ રીતે વર્તવું અને અંગ પ્રદર્શન કેમ કરવું એ અંગેની તાલિમ આપતી. વેબકેમથી ચાલતા ઓનલાઈન સેક્સ કોલસેન્ટરમાં એક યુવતીથી નીલેશ અને અમી મહિને રૂ.50થી 60,000ન રોકડી કરતા. જ્યારે યુવતીઓને રૂ.18થી 20,000 મળતા. છેલ્લા બે વર્ષમાં 30 જેટલી યુવતીઓ પાસે નીલશે આવું કામ કરાવ્યું હતું. આ ધંધામાં કામ મેળવવા માટે બંનેએ જુદી જુદી રીતે જાહેરાત પણ આપી હતી. વેબસાઈટ પર ખાતુ ખોલાવી વેબકેમથી લાઈવ સેક્સ ચેટ તથા વર્ચ્યુઅલ સેક્સ કરાતું. આ માટે ગ્રાહકે ટોકનમની આપવાની રહેતી. સામેની વ્યક્તિને એ પોઈન્ટ તરીકે અપાતા.

પોલીસના રડારમાં ન આવી શકે એ માટે નીલેશે બે વર્ષમાં આશરે સવા કરોડ રૂપિયાની રકમ બિટકોઈનથી રશિયા ટ્રાંસફર કરી હતી. એની પત્ની એક રશિયન છે. Chaturbate વેબસાઈટ ઉપરાંત Strip.com નામની બે જુદી જુદી વેબસાઈટ ચલાવવામાં આવતી હતી. કુલ 9.43 બીટકોઈન તેણે પોતાની પત્નીના ખાતામાં અત્યાર સુધીમાં ટ્રાંસફર કરેલા છે. આ સિવાય 30 વોલેટ એકાઉન્ટ પણ મળ્યા છે. બંને વેબસાઈટ ચલાવવા માટે લેપટોપ અને વેબકેમનો ઉપયોગ કરાતો. જ્યારે વર્ચ્યુઅલ સેક્સ કરવા માટે સેક્સ ટોયનો ઉપયોગ થતો. પોલીસે 11 લેપટોપ, મોબાઈલ, 2 ટીવી, 2 ઈન્ટરનેટ રાઉટર, 2 વેબકેમ, 2 સેક્સ ટોય અને એક અર્ટિગા કાર જપ્ત કરી છે. આ ઉપરાંત સાઈટ પર વિદેશી ગ્રાહકો પણ હતા. જેની પાસેથી બિટકોઈનમાં પેમેન્ટ કરવા માટે માગ કરવામાં આવતી. પોલીસને છથી સાત બેન્ક ખાતાની વિગત મળી છે. અમી ઉપરાંત નેહા નામની યુવતી પણ આ કાવતરામાં સંડોવાયેલી હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. હાલ આ બંને મહિલાઓ નાસી છૂટી છે. પોલીસે 40થી વધારે યુવતીના બાયોડેટા અને 19 યુવતીઓના પાસપોર્ટ જપ્ત કર્યા છે. ડૉલરથી પેમેન્ટ કરનારને ટોકન અપાતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp