સીતા બનેલી દીપિકાએ કહ્યું-બોલિવુડમાં રામાયણ બને તો કોણ બને રામ, રાવણ અને સીતા

PC: youtube.com

કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. કોરોના વાયરસ અન્ય લોકોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તેથી સોશિયલ ડિસ્ટન્સ માટે આ લોકડાઉન લાગુ કરાયું છે. આ કારણે લોકો પોતાના ઘરે બેસી રહ્યા છે અને જૂની ધારાવાહિકથી મનોરંજન મેળવી રહ્યા છે. 80ના દાયકાની કેટલીય જૂની સીરીયલ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહી છે. જેથી લોકોને મનોરંજન મળી રહે. જૂની યાદ ફરી તાજા કરી શકાય. પરંતુ, હાલમાં સૌથી વધારે TRP રામાનંદ સાગર નિર્મિત રામાયણને મળી છે.

આ પરથી એક ફિલ્મ પણ બનવાની છે એવું જાણવા મળ્યું હતું. ડાયરેક્ટર નિતેશ તીવારી અને પ્રોડ્યુસર મધુ મંતેના મળીના આ પ્રોજેક્ટને આગળ વધારવાના છે. ત્યારે આ ધારાવાહિકના મુખ્યપાત્ર સીતા એટલે કે દીપીકા ચિખલિયાએ આ અંગે દિલ ખોલીને વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં દીપીકાએ જણાવ્યું હતું કે, જો બોલીવુડમાંથી રામાયણ બને તો કોણ રામ, સીતા અને રાવણ બની શકે છે. દીપીકાએ કહ્યું કે, રામાયણ એક એવો શૉ છે જે લોકોની આત્મા સાથે જોડાયેલો છે. બોલીવુડમાંથી કોણ ક્યું પાત્ર નિભાવશે એ અંગે તેમણે કહ્યું હતું કે, સીતાના રોલ માટે અત્યારે આલિયા ભટ્ટ યોગ્ય છે. જ્યારે ઋતિક રોશન ભગવાન રામનું પાત્ર સારી રીતે અદા કરી શકે.

જ્યારે રાવણ તરીકે અજય દેવગનથી શ્રેષ્ઠ કોઈ મળી ન શકે. જ્યારે વરૂણ ધવન લક્ષ્મણનું પાત્ર અદા કરી શકે છે. રામાયણ સીરીયલમાં રામનું પાત્ર અદા કરનાર અરૂણ ગોવિલે 'વિક્રમ વૈતાલ'માં પણ રોલ પ્લે કર્યો છે. જ્યારે લક્ષ્મણનું પાત્ર અદા કરનાર સુનિલ લેહરીએ પણ 'વિક્રમ વૈતાલ'માં કામ કરેલું છે. આ સમગ્ર સીરીયલ વલસાડ નજીક આવેલા ઉંમરગામમાં શુટ થયેલી છે. જ્યાં એ સમયે કેટલાક સેટ ઊભા કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક આઉટડોર શુટિંગ મુંબઈમાં પણ કરવામાં આવ્યા છે. રામાયણના કુલ 78 એપિસોડ છે પણ આ પછી દર્શકોએ લવ કુશની વાર્તા અને અયોધ્યાના પ્રસંગો રજૂ કરવા માટે માગ કરી હતી. દર અઠવાડિયે રામાણયના નવા એપસોડ કેસેટમાં રેકોર્ડ કરીને દૂરદર્શનની ઓફિસે મોકવામાં આવતા હતા. 500થી વધારે દિવસ સુધી આ સીરીયલનું શુટિંગ ચાલ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp