3 મહિના માટે આ જગ્યાએ લાગૂ NSA, કોઈને પણ, ક્યારેય પણ ચાર્જ વગર પોલીસ પકડી શકશે

PC: hindustantimes.com

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે એક સૂચના જાહેર કરીને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દિલ્હી પોલીસ કમિશ્નરને 3 મહિના માટે કોઈને પણ ક્યારેય પણ પકડી લેવાનો અધિકાર આપી દીધો છે.

આ સૂચના અનુસાર, અનિલ બૈજલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા 1980ની ધારા 3ની ઉપધારા(3)નો ઉપયોગ કરતા 19 જાન્યુઆરીથી 18 એપ્રિલ સુધી દિલ્હી પોલીસ કમિશ્નરને કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અધિકાર આપી દીધો છે. આ સૂચના ઉપ રાજ્યપાલની મંજૂરી બાદ 10 જાન્યુઆરીથી જારી કરી દેવામાં આવી હતી.

અનિલ બૈજલે આ નિર્ણય એવા સમયે સંભાળ્યો છે જ્યાકે દિલ્હીમાં CAA અને NRC વિરુદ્ધ સતત પ્રદર્શન થઈ રહ્યા છે. આ નિર્ણય બાદ હવે દિલ્હી પોલીસ રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પેદા કરનારા કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.

હવે લોકો આ નોટિફિકેશનને વાયરલ કરીને તેને CAA પ્રોટેસ્ટ અને દિલ્હી ચૂંટણીથી જોડી રહ્યા છે.

દિલ્હી પોલીસે ચોખવટ કરીઃ

આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે, નેશનલ સિક્યોરિટી એક્ટની આ નોટિફિકેશન એક રુટિન પ્રક્રિયા છે. જેના માટે દર 3 મહિને એક નોટિફિકેશન નીકળે છે. આ પહેલીવાર નથી થઈ રહ્યું, આ વર્ષોથી થઈ રહ્યું છે. તેનું CAA, NRC કે ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

રાષ્ટ્રીય સુરક્ષા કાયદો શું છેઃ

આ એક્ટ એવા વ્યક્તિને મહિના સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપે છે, જેના પર તંત્રને રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા વ્યવસ્થા માટે ખતરો લાગી શકે. આ એક્ટ હેઠળ કોઈપણ શંકાશીલ વ્યક્તિને વિના કોઈ આરોપ વિના 12 મહિના સુધી જેલમાં રાખી શકાય છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને ધરપકડ કરવાનો આદેશ આપે છે.

AIMIMની ચીફ ઓવૈસીએ એક રિપોર્ટને ટ્વીટ કરી છે. તેમણે લખ્યું, દિલ્હી પોલીસને રાસુકા હેઠળ કોઈને પણ પકડવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. હવે તેના હેઠળ પોલીસ કોઈપણ નિર્દોષ વ્યક્તિને 1 વર્ષ સુધી વકીલ વિના, દલીલ વિના અને અપીલ વિના પકડી શકે છે. દિલ્હી પોલીસ હવે મોદી સરકારને ખુશ કરવાની રીત અપનાવશે.

ટૂંકમાં આ કાયદા હેઠળ દિલ્હી પોલીસ કમિશ્નરને 3 મહિના માટે કોઈને પણ ક્યારેય પણ પકડી લેવાનો અધિકાર આપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp