મકાન માલિકે ઘરમાં પ્રવેશ ન આપતા સંક્રમિત મહિલા સાથે 2 દિવસ ટેક્સીમાં રહી ફેમિલી

PC: amarujala.com

મહિલાના કોરોના સંક્રમિત આવ્યા પછી મકાન માલિકે રહેવાની ના પાડતા પરિવારે 2 વર્ષના બાળકની સાથે બે દિવસ સુધી ટેક્સીમાં રહેવા પર મજબૂર થવું પડ્યું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં કરગોસમાં ટેક્સી ચાલકનું કામ કરનારા પરસરામ બે દિવસ પહેલા પત્નીને ચેકઅપ માટે શિમલા લઇ ગયા હતા, જ્યાં તપાસ દરમિયાન પત્ની પોઝિટિવ સામે આવી. પત્નીની સ્થિતિ બરાબર હતી, જેને લઇ ડૉક્ટરે તેમને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી.

પરસરામ પત્ની અને 2 વર્ષના બાળકની સાથે ઘરે ગયા. જ્યાં પરિવાર કરસોગમાં એક ભાડેના મકાનમાં રહે છે. એવામાં પરસરામે મકામ માલિકને પૂરા મામલાને લઇ જાણ કરી પણ મકાન માલિકે કોરોનાના ખૌફને જોતા પરસરામને બીજે કશે રહેવાનું કહી દીધું. પરસરામ કોરોના પોઝિટિવ પત્ની અને 2 વર્ષના બાળકની સાથે બે દિવસ સુધી ટેક્સીમાં રહેવા પર મજબૂર હતા.

આ મુશ્કેલીના સમયમાં કોઇપણ વ્યક્તિ પરસરામ અને તેના પરિવારને મદદ કરવા તૈયાર થયા નહીં. આખરે કશેથી મોબાઈલ નંબર લઇને પરસરામે ડીએસપી ગીતાંજલિ ઠાકુરને ફોન કર્યો. ડીએસપી તરત પોલીસની ટીમની સાથે પરસરામની મદદ માટે પહોંચી ગયા. આ દરમિયાન ન માત્ર ડીએસપીએ મકાન માલિક સાથે વાત કરીને પરસરામને ક્વાર્ટર પહોંચાડ્યા બલ્કે પરિવારના રાશનની પણ વ્યવસ્થા કરી આપી.

ડીએસપી ગીતાંજલિ ઠાકુરે જણાવ્યું કે રવિવારે 4 વાગ્યે પરસરામનો ફોન આવ્યો. તેમની તકલીફ હતી કે પત્ની કોરોના પોઝિટિવ હતા માટે તેઓ બે દિવસથી પત્ની અને પોતાના 2 વર્ષના બાળકની સાથે ગાડીમાં રહેતા હતા. તેમણે કહ્યું કે ફોન આવ્યા પછી મકાન માલિક સાથે વાત કરી પરસરામને ઘરે પહોંચાડવામાં આવ્યા અને જરૂરતનો સામાન પોલીસે ઘરે સુધી પહોંચાડ્યો.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનો ખૌફ એટલી હદે ફેલાઇ ગયો છે કે લોકો એકબીજાની મદદ કરવાને લઇ પણ વિચારી રહ્યા છે. કોરોના ન હોવા છતાં અમુક દર્દીઓને જોઇતી મેડિકલ સારવાર મળી રહી નથી. એટલું જ નહીં ઘણાં કિસ્સાઓ તો એવા પણ સામે આવ્યા છે જ્યાં કોરોના ન હોવા છતાં દર્દીને હોસ્પિટલોમાં સારવાર મળી રહી નથી. કશે ડૉક્ટરો કોરોનાના ડરને લીધે દર્દીઓને તપાસી રહ્યા નથી તો કશે હોસ્પિટલોને જ કોરોના હોસ્પિટલમાં ફેરવી દેવાના કારણે અન્ય રોગીઓને સારવાર માટે બેડ મળી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp