પોતાના રિટાયર્ડમેન્ટ બાબતે ક્રિસ ગેલે ફેરવી તોળ્યું

PC: toptenknowledge.com

ભારત અને વેસ્ટઈન્ડિઝની સિરીઝ ચાલુ છે, જેમાં વન્ડેમાં ભારતે વેસ્ટઈન્ડિઝને ક્લિન સ્વિપ કર્યું છે. જોકે ભારત-વેસ્ટઈન્ડિઝની છેલ્લી વનડે મેચ પર દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર હતી કારણ કે ચારેકોર એવી ચર્ચા થઈ રહી હતી કે વેસ્ટઈન્ડિઝનો ખેલાડી ક્રિસ ગેલ રિટાયર્ડમેન્ટ લઈ રહ્યો છે. જોકે આ એલાન બીજા કોઈએ નહીં, પરંતુ ખુદ ક્રિસ ગેલે જ વર્લ્ડકપ વખતે કર્યું હતું, પરંતુ હવે આ બેટ્સમેને પોતાના સંન્યાસને લઈને સ્પષ્ટ નનૈયો ભણ્યો છે.

આમ તો ક્રિસ ગેલે વર્લ્ડકપ દરમિયાન જ રિટાયર્ડમેન્ટની જાહેરાત કરી હતી, પરંતુ પાછળથી તેણે મન બદલ્યું હતું અને ભારત સાથેની સિરીઝ વખતે પોતાની હોમપીચ પરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લેવાની જાહેરાત કરી હતી. જોકે ગેલે ભારત સાથેની ટેસ્ટ સિરીઝમાં પણ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સિલેક્શન કમિટીએ ભારત સામેની ટેસ્ટ મેચમાં તેને રેડ સિગ્નલ બતાવ્યું હતું. <

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટની તેણે ઘોષણા કરી હતી એ સદંર્ભે તેણે યુટર્ન લીધો છે અને એક વીડિયો શેર કરીને તેણે કહી દીધું છે કે સંન્યાસ વિશે તેણે અત્યાર સુધી કોઈ જાહેરાત નથી કરી અને હજુ તે રમવા માગે છે.

ઉલ્લેખનીય છે કે 39 વર્ષિય આ બેટ્સમેન બુધવારે ભારત સામે પોતાની કરિયરની 301મી મેચ રમ્યો હતો. એ મેચમાં તેણે પોતાના મિજાજને અનુરૂપ 41 બોલમાં 72 રન ફટકારી દીધા હતા, પરંતુ ભારતે છ વિકેટ્સથી આ મેચ પોતાને નામે કરી દીધી હતી. ગેલને નામે માત્ર વન ડેમાં 10, 480 રન્સ નોંધાયેલા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp