PM નરેન્દ્ર મોદીએ આવતા જ 500 વર્ષોનું કલંક મટાડી દીધું: પ્રજ્ઞા ઠાકુર

PC: news18.com

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના છોલા દશહરા મેદાનમાં આયોજિત વિજયાદશમીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કમલનાથ, દિગ્વિજય સિંહ અને મેહબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે ફેમિલી પ્લાનિંગ પર જનતાને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે પરિવાર નિયોજનના કારણે હિન્દુ ઘટી ગયા છે. ક્યારેક કોઈ નારીને આઈટમ કહી દેવામાં આવે છે. તેમની બુદ્ધિ પર દયા આવે છે. જો ભારતવાસી હોવ તો નારીનું સન્માન કરવાનું શીખો, નહીં તો રાવણના પૂતળાની જેવી હાલત થશે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, સમજી જાઓ. તમારા શબ્દ પાછા ન લીધા તો તમારી હાલત ખરાબ થવાની છે. જેમણે આઈટમ કહી તેઓ શું પોતાની પત્ની, બહેન માટે પણ એવા શબ્દ બોલે છે? તેમની એવી સંસ્કૃતિ છે? સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ભોપાલની જનતા ધર્મ અને અધર્મનો ભેદ કરી લે છે. લોકસભાની ચૂંટણી કોઈ રાજકીય મુદ્દા પર નહીં પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચે હતી. ભોપાલની જનતાએ તેમને જણાવી દીધું. ધર્મનો જય અને અધર્મનો નાશ કર્યો. ભગવા વસ્ત્રોને આતંક કહેનારા લોકોનો અહીંથી સફાયો થઈ ગયો. અહીં ધર્મ પ્રેમી બંધુ રહી શકે છે. ધર્મ પર ચાલનારી વ્યક્તિ અહીં રહી શકે છે. પ્રજ્ઞા ઠાકુરે આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા જ 500 વર્ષોનું કલંક મટાડી દીધું. તેમણે ભવ્ય રામ મંદિરનો પાયો નાંખ્યો.

અમિત શાહ ગૃહ મંત્રી બન્યા અને કલમ 370 હટી ગઈ. એ સાથે જ દેશની પીડા હટી ગઈ. મેહબૂબા મુફ્તી બોલે છે કે અમે તિરંગો નહીં ઉઠાવીએ, પરંતુ અમે કહીએ છીએ દેશભક્ત આવી ગયા છે. હવે તેમણે દેશમાં રહેવું હશે તો વંદે માતરમ બોલવું પડશે. હિન્દુ સનાતનીઓએ પોતાના બાળકોની રક્ષા કરવી જોઈએ. ઈશ્વરે મોઢું આપ્યું છે તો કોળિયો પણ આપશે. સાવધાન ન થયા તો જે ધન આપણે કમાઈ રહ્યા છીએ, તેનો ઉપયોગ કરવા માટે આપણા બાળકો પાસે કશું જ નહીં રહે. ઈતિહાસથી શીખો કે આપણે સાવધાન રહેવું જોઈએ. પાછળ ન જોવું જોઈએ. એટલે અમે કહીએ છીએ કે પોતાના બાળકોને રાષ્ટ્રની ભાવના શીખવો. પોતાના દેશ માટે સમર્પિત થવાનું શીખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp