અર્જૂન-મલાઈકાના સંબંધ પર કાકા અનિલ કપૂરે તોડ્યું મૌન, કહી આ વાત

PC: asianetnews.com

બોલિવુડની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરનો સંબંધ હવે કોઈનાથી છૂપો નથી. મલાઈકા અરોરા પણ પોતાના રિલેશન વિશે ખુલીને વાત કરે છે. તે ઘણીવાર કહી ચુકી છે કે, અર્જૂને તેને ખરાબ સમયમાં સહારો આપ્યો હતો. આમ તો એક્ટર અર્જૂન કપૂર મલાઈકા અરોરા કરતા ઉંમરમાં ઘણો નાનો છે. જેને કારણે ઘણા લોકો તેને ટ્રોલ પણ કરે છે, પરંતુ તેને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તે બંને અવારનવાર એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા સ્પોટ થયા છે. દરમિયાન અર્જૂન કપૂરના કાકા અને અભિનેતા અનિલ કપૂરે આ સંબંધ વિશે પરિવારનો પક્ષ રજૂ કર્યો છે.

લાંબા સમયથી એવા સમાચારો હતા કે અર્જૂન કપૂરનો પરિવાર આ સંબંધથી ખુશ નથી, પરંતુ અનિલ કપૂરે આ અંગે મૌન તોડતા એવી વાત કહી, જે સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા. અનિલ કપૂરે કહ્યું કે, પરિવારના તમામ લોકો અર્જૂન અને મલાઈકાના સંબંધથી ખૂબ જ ખુશ છે. અનિલ કપૂરે જણાવ્યું કે, હું અર્જૂનને નાનપણથી જાણુ છું. તે ક્યારેય ખોટો નિર્ણય ના લઈ શકે. આ તેના અંગત જીવનની વાત છે. અર્જૂનને જે વાતમાં ખુશી મળે છે, અમે સૌ પણ તેમાં જ ખુશ છીએ.

અનિલ કપૂરે આગળ કહ્યું હતું કે, પરિવારના તમામ સભ્યો આ વાતમાં વિશ્વાસ ધરાવે છે. એવી બાબતો જેનાથી બીજાને ખુશી મળે છે, તેમાં જ અમે પણ ખુશ રહીએ છીએ. બીજાઓની ખુશીઓમાં જ પોતાની ખુશીઓ રહેલી છે. હું ખૂબ જ ખુશ છું અને હું આ વિશે વધુ કોઈ ટિપ્પણી કરવા નથી માગતો.

જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ અર્જૂન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. મલાઈક અરોરા અને અરબાઝ ખાનનો એક દીકરો છે, જે મલાઈકા સાથે જ રહે છે. હવે તે અર્જૂન કપૂરની સાથે રિલેશનમાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મલાઈકા હાલ એક ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે. તે થોડાં સમય પહેલા જ કોરોનાને હરાવીને ફરી પોતાના કામ પર પરત આવી છે. જ્યારે અર્જૂન કપૂર એક રોમેન્ટિક-ફીચર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp