આ મહિલા પોલીસકર્મી ડ્યૂટી બાદ ઘરે જઇને માસ્ક બનાવીને લોકોને વિનામૂલ્યે વહેંચે છે

PC: indiatimes.com

કોરોના વાયરસની મહામારી સામે લડવા અનેક લોકો યથાશક્તિ પ્રયત્નો કરી રહ્યા છે. રાષ્ટ્રના સાચા રક્ષકો ગમે તેવી સ્થિતિમાં પોતાની ડ્યૂટી નિભાવી રહ્યા છે. દેશ અને દુનિયામાં જ્યારે માસ્કની અછત ઊભી થઈ છે ત્યારે અનેક પરિવારના લોકો ઘરે માસ્ક તૈયાર કરી રહ્યા છે. જેનું લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, મધ્ય પ્રદેશ રાજ્યમાંથી એક મહિલા પોલીસ કર્મી લોકડાઉનના સમયમાં ડ્યૂટી તો કરે જ છે પણ સાથોસાથ પોતાના ઘરે બાકીના સમયમાં માસ્ક બનાવવાનું કામ પણ કરે છે. સોશિયલ મીડિયા પર આ મહિલાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. અનેક લોકો તેમના આ પગલાંની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

 

મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ આ મહિલા પોલીસ કર્મીના વખાણ કર્યા છે. તેમણે આ મહિલા કર્મી માટે લખ્યું હતં કે, દીકરી સદાય ખુશ રહો અને જગતના કલ્યાણ માટે કામ કરતા રહો. સોશિયલ મીડિયા પર આ જાણકારી સૌ પ્રથમ સંદિપ સિંહ નામના એક યુઝરે શેર કરી હતી. તા. 4 એપ્રિલના રોજ ટ્વિટર પર સૃષ્ટિનો એક ફોટો શેર કરીને તેણે એક પોસ્ટ મૂકી હતી. મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ખુરઈ ગામમાં આ મહિલા સૃષ્ટિ શ્રોતિયા પોલીસ ડ્યૂટી પૂરી થયા બાદ ઘરે બેસીને માસ્ક બનાવવાનું કામ કરે છે. પછી તૈયાર થયેલા માસ્કને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને સામાન્ય લોકોમાં તેનું વિતરણ કરે છે. તેણે પોતાના પોલીસ સ્ટેશનમાં પણ માસ્કનું વિતરણ કર્યું છે.

 

સંદિપસિંહને ટ્વિટ કરીને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લખ્યું હતું કે,आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला। यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्. દીકરી સૃષ્ટિનો આધાર છે અને એમનાથી સૃષ્ટિ ધન્ય થઈ જાય છે. સૃષ્ટિ જેવી દીકરીથી વારંવાર આ ધરતી ધન્ય થઈ છે. આ ટ્વિટને અત્યાર સુધીમાં 2 હજારથી વધારે લાઈક્સ અને 500થી વધારે ટ્વિટ મળી ચૂકી છે. લોકડાઉનના સમયમાં પોલીસ કર્મીઓના બે રૂપ જોવા મળી રહ્યા છે. એક હાથમાં દંડો અને બીજા હાથે દયા. દેશના જુદા જુદા રાજ્યના પ્રાંતમાંથી પોલીસના આવા અનેક સમાજસેવાના કાર્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના પર અનેક લોકો વખાણ કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp