ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડને પાર

PC: diversitywoman.com

બોલિવુડ-હોલિવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પોપ્યુલારિટીમાં વધારો થતો જાય છે. જ્યારથી તેણે હોલિવુડની દુનિયામાં પગ મુક્યો છે, ત્યારથી તેના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તે પોતાની પ્રોફેશનલ ફિલ્મી કરિયરની સાથોસાથ પર્સનલ લાઈફ પણ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેનારી પ્રિયંકાના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયનને પાર થઈ ચુકી છે. એટલે કે આશરે 5 કરોડ થઈ ગઈ છે. 

View this post on Instagram

Thank you for being there for me, with me... we've come such a long way and have miles to go by God’s grace... much Love to you all.. #50MillionStrong #blessed ❤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

એક વીડિયો પોસ્ટ કરીને તેણે આ વાતની જાણકારી આપી હતી. તેણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, મને સપોર્ટ કરવા માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. ટોપ મોસ્ટ ફોલોવ્ડ ઈન્ડિયન સેલિબ્રિટી ઓન સોશિયલ મીડિયાની યાદીમાં પ્રિયંકાના ફોલોઅર્સની સંખ્યા કરોડનો અંક વટાવી ચુકી છે. તેણે લખ્યું હતું કે, આપણે સાથે-સાથે રહેતા ઘણા દૂર સુધી આવી પહોંચ્યા છીએ. કુદરતની કૃપાથી હજુ પણ વધારે દૂર સુધી પહોંચવાનું છે. તમામ ફોલોઅર્સને ખૂબ ખૂબ પ્રેમ. આ સાથે તેણે એક એવી અપીલ પણ કરી હતી કે, સોસાયટીની સેવા કરવા માટે ફોલોઅર્સ તેમનો સાથ આપે. આ વીડિયોના ટાઈટલમાં તેણે લખ્યું હતું કે, રેન્ડમ એક્ટ ઓફ કાઈન્ડનેસ. 

View this post on Instagram

Sorry for the delay. I’ve been traveling but my heart is so full. Thank you to all 50 Million of you for the love and the constant support. 50 million isn’t just about followers, it’s about impact...at least that’s how I see it. It’s so easy to get stuck in our routine, but I was thinking...what do I want to say? How do I use that impact? And then I thought we could do this together, and spread kindness any way we can, big or small. So join me in the #KindnessWithPCJ challenge. I have rounded up 50 random acts of kindness that I think could brighten someone’s day. Use the hashtag #KindnessWithPCJ so I can follow along on your RAK’s, and lets show just how powerful #50MillionStrong is. Thank you for being kind to me. 💜

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'થી બોલિવુડમાં રીએન્ટ્રી કરી હતી. આ ફિલ્મ લોકોને પસંદ તો પડી હતી પણ બોક્સ ઓફિસ પર ખાસ કોઈ મોટો વકરી કરી શકી નહોતી. 50 મિલિયન ફોલોઅર્સ ધરાવતી તે પ્રથમ ભારતીય મહિલા સેલિબ્રિટી છે. ક્રિકેટર વિરાટ કોહલી બાદ 50 મિલિયન ફોલોઅર્સ ધરાવતી તે બીજી ભારતીય વ્યક્તિ છે. હાલમાં કોહલીના 50.2 મિલિયન ફોલોઅર્સ છે. આ અઠવાડિયામાં જ કોહલી આ અંક સુધી પહોંચ્યો છે. ફોલોઅર્સની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિરાટ કોહલી છે ત્યાર બાદ પ્રિયંકા ચોપરા અને પછી દીપિકા પાદુકોણનું નામ આવે છે. દીપિકા પાદુકોણના 44.2 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામથી કમાણી કરનારી મહિલાઓમાં પ્રિયંકાનું નામ 19માં ક્રમે છે. જ્યારે વિરાટ કોહલી 23માં સ્થાને છે. ગત વર્ષે રીચ સેલિબ્રિટી લિસ્ટમાં તેણે પોતાનું સ્થાન બનાવ્યું હતું. પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દીઠ 2 લાખ 71 હજાર ડૉલર લે છે. હવે નેટફ્લિક્સ પર આવનારી સીરિઝ 'ધ વ્હાઈટ ટાઈગર'માં તે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp