સાબરમતી રીવરફ્રન્ટમાં 69 કરોડનો ખર્ચ ક્યા કરાયો તેનો હિસાબ ખબર નથી

PC: ytimg.com

અમદાવાદમાં કરોડોને ખર્ચે બનાવવામાં આવેલા રીવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. લોકોને રીવરફ્રન્ટ પર કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રીવરફ્રન્ટની જવાબદારી ઉઠાવવામાં આવી છે. હવે રીવરફ્રન્ટના હિસાબોમાં પણ પોલમપોલ કરીને કરોડો રૂપિયાનો ગોટાળો AMCના અધિકારીઓ કે, સત્તાધારીઓ દ્વારા કરવામાં આવ્યાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. આક્ષેપો કરવાનું કારણ એ છે કે, AMCના ઓડીટમાં રીવરફ્રન્ટ પર ખર્ચ કરવામાં આવેલા 69 કરોડ રૂપિયાનો હિસાબ મળી રહ્યો નથી.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાની ગ્રાન્ટથી સાબરમતી રીવરફ્રન્ટને ચલાવવામાં આવે છે. વર્ષ 2018-19ના ઓડીટમાં રીવરફ્રન્ટ પર ક્યા ક્યા કામ કરવા માટે 69 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તેનો કોઈ હિસાબ મળી રહ્યો નથી. આ સમગ્ર મામલે વિપક્ષ હવે સત્તાધારી પક્ષ પર ગોટાળાના આક્ષેપો કરીને સમગ્ર મામલે વિપક્ષે ચીફ વિજીલન્સની તપાસની માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19નું ઓડીટ ખાનગી કંપનીના ઓડીટર પાસે કરાવવામાં આવ્યું હતુ અને તેમાં કુલ 69,31,11,476 રૂપિયાનો હિસાબ નથી મળી રહ્યો છે. આ બાબતે મેયરે તેમનો બચાવ કર્યો હતો કે, ગોટાળાના પ્રશ્નને લઇને વિપક્ષના નેતાઓએ મીટીંગમાં હાજર રહેવું જોઈએ અને ચર્ચા કરવી જોઈએ.

આ સમગ્ર મામલે અમદાવાદમાં મેયર બીજલ પટેલનું કહેવું છે કે, ઓડીટમાં ગોટાળાનો આક્ષેપ શાબિત કરવા માટે મીટીંગોમાં હાજર રહેવું જરૂરી છે. વિરોધપક્ષના નેતાએ મીટીંગમાં હાજર રહીને આ બાબતે ચર્ચા કરવી જોઈતી હતી. વિપક્ષના નેતા દિનેશ શર્મા મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા અને પછી આક્ષેપો કરવા તે અસ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp