ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે માગી આ વસ્તુની મદદ

PC: manoramaonline.com

કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહેલા અમેરિકાએ ભારત પાસે આ રોગચાળા સામેની સુરક્ષા માટે મદદ માગી છે. મદદ માટે અમેરિકાની નજર હવે ભારત પર કેન્દ્રીત થઈ છે. શનિવારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. જેમાં કોરોના વાયરસ સામે સામુહિક રીતે લડવા ચર્ચા વિચારણા થઈ હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હાઈડ્રોક્સિક્લોરોક્વિનની ટેબલેટનું એક કન્સાઈન્મેન્ટ મોકલવા માટે અપીલ કરી હતી. આ દવાનો ઉપયોગ કોરોના પોઝિટિવ દર્દીઓના ઈલાજ માટે કરવામાં આવે છે.

કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ સાથે સંબંધીત એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી સાથે થયેલી વાતચીતમાં રોકાયેલા Hydroxychloroquine ટેબલેટના કન્સાઈન્મેન્ટને રવાના કરવા માટે અપીલ કરી છે. હું પણ આ દવાનું સેવન કરીશ. પણ એ માટે મારા મારા ડૉક્ટર સાથે વાત કરવી પડશે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, ભારતમાં મોટી સંખ્યામાં આ દવાનું ઉત્પાદન થાય છે. અમેરિકાના લોકો માટે પણ આ દવાની જરૂર પડશે. ત્યાંની વસ્તી 1 અબજથી પણ વધારે છે. મેં કહ્યું કે, જો તેઓ અમારો દવાનો ઓર્ડર મોકલી આપે તો હું એમનો આભારી રહીશ. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર વચ્ચે આ મુદ્દે વાતચીત થઈ હોવાના રિપોર્ટ છે. જેમાં કોરોનાની મહામારી સામે લડવા પર ચર્ચા થઈ હતી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત થઈ હોવાની વાત કહી હતી. વડાપ્રધાને આ અંગે એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ટેલિફોન પર ઊંડાણથી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સારી રહી અને અમે કોરોના વાયરસ સામે લડવા ભારત-અમેરિકા એક સામુહિક શક્તિનો ઉપયોગ કરીને લડવા માટે સહમત થયા છીએ. માત્ર ભારત જ નહીં અમેરિકા પણ કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. અત્યાર સુધીમાં 301902 નાગરિક આ વાયરસનો શિકાર થયા છે. જ્યારે 8175 લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થતો જાય છે. ખાસ કરીને એમનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ક્વોરેન્ટાઈનના નિયમનો ભંગ કરનારાઓ સામે ભારત સરકાર કડક પગલાં ભરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp