અમેરિકામાં ન્યૂક્લિયર સ્મગલિંગમાં પકડાયા 5 પાકિસ્તાનીઓ

PC: voanews.com

અમેરિકાએ પાંચ લોકો પર પાકિસ્તાની પરમાણુ કાર્યક્રમમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના રાવલપિંડીની એક કંપની ‘બિઝનેસ વર્લ્ડ’ સાથે જોડાયેલા 5 પાકિસ્તાનીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ,તેમણે પાકિસ્તાનના ન્યુક્લિયર અને મિસાઇલ માટે અમેરિકાની ટેકનિકની સ્મગલિંગ કરી છે.

સહાયક એટર્ની જનરલ જૉન ડેમેર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બચાવકર્તાઓએ એ સંસ્થાઓને અમેરિકાની વસ્તુઓની તસ્કરી કરી, જેને પાકિસ્તાનના હથિયાર કાર્યક્રમની સાથે સંબંધોના કારણે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ માનવામાં આવે છે. ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્રાન્ડ જ્યૂરીએ આ 5 લોકો સામે આરોપ નક્કી કર્યો છે. આરોપીઓની હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી. આરોપીઓની ઓળખ મોહમ્મદ કામરાન વલી (ઉંમર વર્ષ 41), કેનેડાના મોહમ્મદ એહસાન વલી (ઉંમર વર્ષ 48) અને હાજી વલી મોહમ્મદ શેખ (ઉંમર વર્ષ 82), હોંગકોંગના અશરફ ખાન મોહમ્મદ (ઉંમર વર્ષ 82) અને ઇગ્લેંડના અહમદ વહીદ (ઉંમર વર્ષ 52)ના રૂપમાં થઇ છે. આ આરોપીઓ પર આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ અને એક્સપોર્ટ કંટ્રોલ રિફોર્મ એક્ટનું ઉલ્લંઘન કરી કાવતરું ઘડવાનો આરોપ છે.

મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના નિવેદનમાં ઇસારો કરવામાં આવ્યો હતો કે સ્મગલિંગ નેટવર્કમાં આ ખુલાસો ભારત માટે પણ મહત્ત્વનો છે. હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશનના એક્ટિંગ સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ જેસન મોલિલાએ કહ્યું હતું કે, આ લોકોને વ્યવહારુ નિકાસના કાયદાના ઉલ્લંઘનથી પણ મોટી બાબત છે. આનાથી અમેરિકાની સુરક્ષાની સાથોસાથ અલગ અલગ દેશો વચ્ચે શક્તિ સંતુલન સામે પણ જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp